મસ્કત: PM મોદીએ ઇન્ડિયા-ઓમાન બિઝનેસ મીટિંગમાં લીધો ભાગ

Date:2018-02-12 11:45:21

Published By:Jay

મસ્કતઃ ત્રણ દેશની મુલાકાતના અંતિમ પડાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મસ્કતમાં ઇન્ડિયા-ઓમાન બિઝનેસ મીટિંગમાં ભાગ લીધો. તે પછી મોદી ઓમાનમાં શિવમંદિર અને સુલતાન કબૂસ મસ્જિદ જશે. તેઓ દેશના અન્ય દિગ્ગજ CEOને પણ મળશે. પહેલાં રવિવારે બંને દેશો વચ્ચે 8 સમજૂતીઓ થઈ હતી. રવિવારે મોદીએ અબૂધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનો શિલાન્યાસ કર્યું હતું.

મુલાકાત મરીન સ્ટ્રેટેજી માટે મહત્વની

- મોદીની ઓમાન મુલાકાત મરીન સ્ટ્રેટેજી સંબંધ માટે મહત્વની માનવામાં આવે છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે ટ્વીટ કરી જણાવ્યું કે, "બંને દેશોના સંબંધોને મજબૂતી આપવાના હેતુથી પીએમ મોદીએ સુલતાન કબૂસ બિનસૈદ-અલ-સૈદની સાથે ડેલિગેશન લેવલની વાતચીત કરી. બંને દેશો વચ્ચે વેપાર, ઈન્વેસ્ટમેન્ટ, એનર્જી, ડિફેન્સ, ફુડ સિક્યોરિટી અને રિજનલ સહિતના મુદ્દે મજબૂત કરવા અંગે ચર્ચાઓ થઈ."


-
ઓમાન પહોંચ્યા ત્યારે ત્યાંના ડેપ્યુટી પીએમ સૈયદ ફહદ બિન મોહમ્મદ અલ સઇદે તેમને રિસીવ કર્યાં. જે બાદ વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. પીએમ મોદીએ મસ્કતના સ્ટેડિયમમાં ભારતીય લોકોને સંબોધિત પણ કર્યાં. દેશની ત્રણ ભાષામાં લોકોને નમસ્કાર કર્યાં.
-
મોદીએ લોકોને સંબોધતા કહ્યું કે, "હું ચા વાળો છું, અને તેથી મને ખબર છે કે 90 પૈસામાં ચા પણ નથી આવતી. અમે વીમો આપીએ છીએ. દેશે જે આશા અને અપેક્ષાઓ સાથે મને બેસાડ્યો છે તેને નુકસાન થાય તેવું કોઈ કામ હું નહીં કરું." 

 

Cricket Score

WhatsApp Registraltion

Close