ત્રિપુરામાં BJPની સરકાર બનશે, નોર્થ ઇસ્ટમાં સૌનો સાથ સૌનો વિકાસ: શાહ

Date:2018-02-12 11:53:57

Published By:Jay

અગરતલા: બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમવારે અગરતલામાં પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે દાવો કર્યો કે ત્રિપુરાની જનતા બદલાવ માટે તૈયાર છે. રાજ્યમાં હવે બીજેપીની સરકાર બનશે. પૂર્વોત્તરમાં અમે 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના નારા સાથે સતત આગળ વધી રહ્યા છીએ. ત્રિપુરામાં 18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી છે. 20 વર્ષથી રાજ્યમાં સીપીએમની સરકાર છે.

ત્રિપુરામાં કોંગ્રેસનું ષડયંત્ર

- અમિત શાહે કહ્યું, "અહીંયા સિંડિકેટ હાવી છે. સીપીએમને જીતાડવામાં કોંગ્રેસનું ષડયંત્ર રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી વોટ કપાવવાની ભૂમિકામાં છે."

- "દરેક બૂથ, દરેક પોલીસ-સ્ટેશન પર બીજેપીના કાર્યકર્તાઓ રહેશે. ત્રિપુરાની જનતા બદલાવનો મૂડ બનાવી ચૂકી છે. દરેક ઘરને રોજગાર આપીશું. ટ્રાન્સપોર્ટ માટે લોજિસ્ટિક્સ અમે બનાવીશું."

- "ત્રિપુરામાં બીજેપીની સરકાર બનશે. અમે પક્ષોના રાજકારણથી ઉપર ઉઠીને વધુ સારા લૉ એન્ડ ઓર્ડર કાયમ કરીશું."
- "
ત્રિપુરાના ગરીબો માટે પણ ઘણી યોજનાઓ ચાલી રહી છે. રાજ્યની પરિસ્થિતિ બદથી બદતર થઇ ગઇ છે."

 

Cricket Score

WhatsApp Registraltion

Close