ઓમાનમાં મોદીએ શિવ મંદિરના દર્શન-પૂજન કર્યાં, મસ્જિદ પણ જશે

Date:2018-02-12 13:38:45

Published By:Jay

મસ્કતઃ ત્રણ દેશની મુલાકાતના અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે લગભગ 300 વર્ષ જૂનાં શિવ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શિવ પૂજા-અર્ચના કરી હતી. મોદી અહીંની સુલતાન કબૂસ મસ્જિદ પણ જશે. પહેલાં પીએમએ ઓમાનના ડેપ્યુટી પીએમ સૈયદ અસદ બિન અલ-સૈદ સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને નેતાઓ વચ્ચે ઈન્ટરનેશનલ રિલેશન અને કોપેરશન મુદ્દે ચર્ચા થઈ હતી. તેમજ ઇન્ડિયા-ઓમાન બિઝનેસ મીટિંગમાં ભાગ લીધો. પહેલાં રવિવારે બંને દેશો વચ્ચે 8 સમજૂતીઓ થઈ હતી. રવિવારે મોદીએ અબૂધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું શિલાન્યાસ કર્યું હતું.

 મસ્કતમાં મોદી મોતીશ્વર મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. જ્યાં શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે.આ મંદિરની નજીક એક કુંવો છે. રણમાં મંદિર અને કુંવો હોવા છતાં તે કદી સૂકાતો નથી.મોદી ભારતના પ્રથમ એવાં પીએમ છે, જેઓ આ મંદિરમાં પહોંચ્યા છે.

Cricket Score

WhatsApp Registraltion

Close