અમરેલીઃ કાયદા વ્યવસ્થાને લઇ પાંચેય કોંગી MLAના SP કચેરી સામે ધરણા

Date:2018-02-12 13:46:09

Published By:Jay

રાજકોટઃ રાજ્યમાં કાયદા વ્યસ્થાની કથળતી સ્થિતિને લઇને અમરેલીમાં કોંગ્રેસના ધારાસભ્યો ધરણા પર બેસ્યા છે. અમરેલીના પાંચેય ધારાસભ્ય લાઠીના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમરની આગેવાનીમાં એક દિવસ માટે પ્રતિક ધરણા કરી રહ્યા છે. બીજી બાજુ પોલીસની કામગીરીથી નારા ઓટો રિક્ષા ચાલકો અને લારી ગલ્લા ધારકો પણ ધરણામાં જોડાયા છે.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના પાંચેય ધારાસભ્યો અમરેલી જિલ્લાના પોલીસવડાની કચેરી સામે છાવણી નાખીને એક દિવસ માટે પ્રતિક ધરણા કરી રહ્યાં છે. ધરણા બાદ તેઓ ક્લેક્ટરને આવેદન આપશે. ધરણા પર બેઠેલા ધારાસભ્યોનું કહેવું છે કે રાજ્ય તથા જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, સરકાર તેના પર કાબુ મેળવવામાં નિષ્ફળ નિવડી છે.

અમરેલી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇ જીલ્લા પોલીસની કામગીરી સામે કોંગ્રેસના 4 ધારાસભ્યોએ મોરચો માંડયો છે. બીજી બાજુ પોલીસની કામગીરીથી પરેશાન ઓટો રિક્ષા ચાલકો અને લારી ગલ્લા ધારકો પણ ધરણાના સમર્થનમાં આવ્યા છે. તો એસપી કચેરીની સામે કૉંગ્રેસના કાર્યકરોના ટોળા ઉમટ્યા હતા.

 

Cricket Score

WhatsApp Registraltion

Close