ટોંગા પહોંચ્યું ચક્રવાતી વાવાઝોડું 'ગીતા', સામોઆમાં ટ્રમ્પે ઇમરજન્સી જાહેર કરી

Date:2018-02-12 16:14:11

Published By:Jay

સામોઆ-સામોઆમાં તારાજી સર્જ્યાના એક દિવસ બાદ પ્રશાંત મહાસાગર દ્વિપ રાષ્ટ્ર ટોંગા પહોંચેલા ગીતા સાયક્લોનના વિનાશકારી વાવાઝોડાંએ અહીં ભારે વિનાશ વેર્યો છે. ટોંગા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની નજીક આવેલો નાનકડો દેશ છે. વાવાઝોડાંના કારણે ટોંગાનું ટ્રોપિકલ સાયક્લોન કેન્દ્ર સક્રિય થઇ ગયું છે અને રાહત સામગ્રીનું સંકલન કરી રહેલા રેડ ક્રોસના દ્વિપના લોકોને કોઇ આશંકાથી બચવા માટે પહેલેથી તૈયાર રહેવાની ચેતવણી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પે સામોઆમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે.


-
ટોંગાના ફુઆમોતૂ વેધર ફોરકાસ્ટ સેન્ટરે એક બુલેટિનમાં 148 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે સાથે ભારે વરસાદ થવાની આગાહી છે. આજે સોમવારે સવારથી અત્યંત વિનાશકારી પ્રંચડ ચક્રવાતી પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. 
-
સામોઆના વડાપ્રધાન તુઇલાઇપા સૈલેલે માલિએલેગાઓઇએ કહ્યું કે, ગીતા વાવાઝોડાંના કારણે અંદાજિત 200 ઘરો ખાલી કરાવવામાં આવ્યા છે. શુક્રવારે રાત્રે વાવાઝોડું દ્વિપમાં પ્રવેશતાની સાથે ભયંકર પૂર આવી ગયું છે. અહીંના મકાનો પ્રચંડ પવન સામે ટકી રહેવા માટે સક્ષમ નથી. તેથી આગામી દિવસોમાં રાહત કાર્યોને લગતી મુશ્કેલીઓ વધવાની આશંકા છે.

 

 

 

 

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close