શોપિયાં ફાયરિંગ કેસ : સુપ્રીમ કોર્ટે મેજર આદિત્ય વિરૂદ્ધની FIR પર સ્ટે આપ્યો

Date:2018-02-12 16:46:15

Published By:Jay

જમ્મૂ-જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં તાજેતરમાં થયેલા ગોળીબાર કેસમાં સુપ્રીમ કોર્ટે 10 ગઢવાલ રાઈફલ્સના મેજર આદિત્ય કુમાર વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી FIR પર આગામી સુનાવણી ના થાય ત્યાં સુધી સ્ટે આપી દીધો છે. કોર્ટે કેન્દ્ર અને જમ્મૂ-કાશ્મીર સરકારો પાસે મામલે જવાબ માંગ્યો છે.

27 જાન્યુઆરીએ જમ્મૂ-કાશ્મીરના શોપિયાંના ગનોવપોરા ગામમાં સેનાના જવાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સેના તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં 2 ના મોત થયાં હતાં. મુદ્દે 10 ગઢવાલ રાઈફલ્સના મેજર આદિત્ય કુમાર વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

મેજર આદિત્યના પિતા લેફ્ટિનેન્ટ્ય કર્નલ કર્મવીર સિંહ (નિવૃત્ત) સેના વિરૂદ્ધ નોંધવામાં આવેલી FIRને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.

મેજર આદિત્યના પિતા લેફ્ટિનેંટ કર્નલ કર્મવીર સિંહે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં કહ્યું હતું કે, રાષ્ટ્રીય ધ્વજના સન્માનની રક્ષા માટે અને જીવ સાટોસાટની બાજી લગાવી રહેલી ભારતીય સેનાના જવાનોના મનોબળની રક્ષા કરવામાં આવે.

મેજર આદિત્યના પિતાની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટે મેજર આદિત્ય વિરૂદ્ધ FIR પર વચગાળાનો સ્ટે આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે મામલે આગામી સુનાવણી હાથ ધરવામાં આવે ત્યાં સુધી સ્ટે આપી દીધો છે.

શોપિયાં ફાયરિંગ કેસમાં 10 ગઢવાલ રાઈફલ્સના મેજર આદિત્ય કુમાર ઉપરાંત અન્ય 10 જવાનો વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેમના પર આઈપીસીની કલમ 302 (હત્યા) અને 307 (હત્યાનો પ્રયાસ) અંતર્ગત ફેસ નોંધવામાં આવ્યો હતો. જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી મેહબુબા મુફ્તિએ ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા હતાં. આમ સેના વિરૂદ્ધ કરવામાં આવેલી પોલીસ FIR અને તપાસના આદેશની દેશભરમાં ભારે ટીકા થઈ હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close