USમાં ટેમિફ્લૂનો ભય, અઠવાડિયામાં 4000થી ઉપર પહોંચ્યો મૃત્યુઆંક

Date:2018-02-12 17:14:33

Published By:Jay

US-સીડીસી (સેન્ટર ફોર ડિઝાસ્ટર કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન) આંકડાઓ અનુસાર, કુલ 4,064 અમેરિકન્સ નવા વર્ષના ત્રીજાં અઠવાડિયે ફ્લૂના કારણે મૃત્યુ પામ્યા છે. જ્યારે ફેબ્રુઆરી મહિનાના પહેલાં અઠવાડિયામાં બીમારીનો આંકડો 1 બિમારની સામે 10નાં મોતનો છે. ફ્લૂના કારણે ફાર્મસીઓમાં પણ દવાઓના વેચાણની અછત સર્જાઇ છે. કેટલાંક સ્ટેટ્સમાં પ્રિસ્ક્રિપ્શનમાં નોંધનીય વધારો થયો છે.

છેલ્લાં એક અઠવાડિયામાં મૃત્યુઆંકમાં વધારો

- ઓરિઝોના, ઇન્ડિયાના, કેન્ટુકી અને આર્કાન્સાસમાં ગયા વર્ષની સરખામણીએ દવાના પ્રિસ્ક્રિપ્શનમાં 20 ટકાનો વધારો થયો છે. જ્યારે સાઉથ અને મિડવેસ્ટમાં હાઇ વોલ્યુમ પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે છે. 

- ટેમિફ્લૂના પ્રિસ્ક્રિપ્શનનો રેશિયો વાર્ષિક 6 ગણો વધારે છે. સતત વધી રહેલા પ્રિસ્ક્રિપ્શનના કારણે અમેરિકામાં મેડિકેશન અછત સર્જાઇ છે. 
-
સીડીસી એક્ટિંગ ડિરેક્ટર એન્ન સ્નુચેટે આગામી થોડાં અઠાડિયામાં મૃત્યુઆંકમાં સતત વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે. 
-
એન્નના જણાવ્યા અનુસાર, બદનસીબે મૃત્યુઆંક વધવાની શક્યતાઓને નકારી શકાય નહીં. આગામી સમયમાં અમેરિકામાં વધુમાં વધુ લોકો ન્યૂમોનિયા અથવા ઇન્ફ્યૂએન્ઝા રિલેટેડ બીમારીઓના કારણે મૃત્યુ પામશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close