પાકિસ્તાન સાથે વાતચીત કરવા સિવાય કોઇ વિકલ્પ નથી: મહેબૂબા

Date:2018-02-12 17:36:52

Published By:Jay

શ્રીનગરઃ કાશ્મીરમાં સતત વધી રહેલા આતંકી હુમલા પર જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ ચિંતા વ્યક્ત કરી છે. મુફ્તીએ સોમવારે વિધાનસભામાં કહ્યું કે ભલે આપણે પાકિસ્તાનની વિરુદ્ધ જંગ જીતી છે, પરંતુ હાલ આપણા જવાન શહીદ થઈ રહ્યા છે અને લોકો માર્યા જાય છે, એવામાં પાકિસ્તાન સાથે વાતચીત કરવાથી વિશેષ કોઈ સમાધાન નથી. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા ત્રણ દિવસમાં સીમા પરથી આવેલા આતંકીઓએ સીઆરપીએફ હેડક્વાર્ટર અને સુંજવાન આર્મી કેમ્પ પર હુમલો કર્યો. બંને હુમલામાં 6 જવાન શહીદ થયા અને એક નાગરિકનું પણ મોત થયું.


મહેબૂબાએ વિધાનસભામાં શું કહ્યું?

- મહબૂબા મુફ્તીએ સોમવારે વિધાનસભામાં કહ્યું, "રાજ્યમાં ખૂની ખેલને રોકવા માટે પાકિસ્તન સાથે વાતચીતની જરૂર છે. વાતને લઈને મને આજે રાત્રે ટીવી ચેનલના એન્કર્સ એન્ટી-નેશનલ કહેશે, પરંતુ તે બહુ મહત્વનું નથી. જમ્મુ-કાશ્મીરના લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. આપણે વાતચીત કરવી પડશે, કારણ કે જંગ કોઈ વિકલ્પ નથી."

- " વાત પર હેરાની નહીં થાય જ્યારે કેટલાક મીડિયા હાઉસ અટલજીની પર નિશાન સાધતા જો તેઓ આજના સમયમાં વાતચીત માટે લાહોર બસ લઈ જતા."

 

Cricket Score

WhatsApp Registraltion

Close