હું દેશના રાજકારણમાં સૌથી નાની ઉંમરનો અડવાણીઃ કુમાર વિશ્વાસ

Date:2018-02-23 16:46:08

Published By:Jay

અમેઠીઃ આમઆદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ પોતાને દેશના રાજકારણમાં સૌથી ઓછી ઉંમરના અડવાણી ગણાવ્યાં. માનવામાં આવે છે કે તેમનો ઈશારો પાર્ટીમાંથી નજરઅંદાજ કરવા અંગે કર્યો છે. એક કવિ સંમેલનમાં આવેલાં વિશ્વાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને આપ પાર્ટીના નેતાઓ પર હુમલો કર્યો હતો.

શું કહ્યું કુમાર વિશ્વાસે?


-
કુમારે કહ્યું કે, "કેન્દ્રમાં મોદી સરકાર બન્યાં બાદ ભાજપના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીને સરકાર અને સંગઠનમાં કોઈ મોટું પદ આપવામાં આવ્યું. તો અનેક રાજ્યોમાં ચૂંટણીમાં અડવાણી પાર્ટીના સ્ટાર પ્રચારકની યાદીમાં પણ સામેલ હતા."

નરેન્દ્ર મોદી પર સાધ્યું નિશાન


-
કવિ સંમેલનમાં કુમાર વિશ્વાસે પીએમથી લઈને કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધ્યું હતું. તેઓએ પોતાની પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પર પણ મજાક કરી હતી.
-
કુમારે કહ્યું કે, "પીએમ બિચારા વર્ષ-દોઢ વર્ષમાં આપણાં 15 લાખ પરત આપવાના પૈસા જમા કરે છે, અને કોઈને કોઈ લઈને ભાગી જાય છે. ગત વખતે 15 લાખ ભેગાં કર્યા તો માલ્યા લઈને ભાગી ગયા, વખતે નીરવ મોદી પૈસા લઈને વિદેશ ચાલ્યાં ગયા. આપણે રાહ જોઈ રહ્યાં છીએ કે 15 લાખ રૂપિયા ક્યારે પરત આવશે."

રાહુલ ગાંધી પર પણ કર્યો હુમલો


-
કુમાર વિશ્વાસે કોંગ્રેસ અધ્યક્ષ અને અમેઠી સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું કે, "અમેઠીએ પોતાની વિરાસત અને પોતાની આન-બાન-શાન તેવી રીતે બનાવી રાખી છે. ચાર વર્ષ પહેલાં માર્ગ પર જ્યાં ખાડા હતા હાલ પણ ત્યાં છે. રસ્તાઓ તૂટેલાં છે. છેલ્લાં 40 વર્ષથી મહાન રાજનીતિક ધરોહરને સુરક્ષિત રાખી છે તે માટે અમેઠીના ધેર્યવાન લોકોને કોટી કોટી વંદન કરું છું."

હું સાંસદ બનડાવવાના કામ આવુ છું


-
વિશ્વાસે કહ્યું કે, "ગત વખતે જ્યારે હું ચૂંટણી લડવા આવ્યો હતો તો પૂજ્ય પિતાજીને રાજ્યસભાની મેમ્બરશીપ મળી ગઈ." તેમનો ઈશારો કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડો.સંજય સિંહ તરફ હતો.
-
વિશ્વાસે આગળ કહ્યું કે, "મારા નામને કારણે બીજા સંજય (આપ નેતા સંજય સિંહ)ને પણ રાજ્યસભાની મેમ્બરશીપ મળી ગઈ. હું કામમાં આવુ છું કે જેટલાં સંજય નામના છે તેમને રાજ્યસભા મોકલું."

 

Cricket Score

WhatsApp Registraltion

Close