રિસેપ્શનમાં કપલને ગિફ્ટમાં મળ્યો બોમ્બ,વરરાજા સહિત 3નાં મોત

Date:2018-02-24 13:50:27

Published By:Jay

નવી દિલ્હી: ઓરિસ્સાના બોલનગરી જિલ્લામાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં એક નવપરણિત દંપતીને એક વ્યક્તિએ રિસેપ્શનમાં બોમ્બની ગીફ્ટ આપી હતી. તેમાં વિસ્ફોટ થતા વરરાજા સહિત 3 લોકોના મોત થયા હતા જ્યારે ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ લોકોનમાં દુલ્હન પણ છે. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જોકે હજુ સુધી ગિફ્ટમાં બોમ્બ કોણે આપ્યો તે વિશેની કોઈ માહિતી મળી નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દંપતીના પાંચ દિવસ પહેલાં લગ્ન થયા હતા. ત્યારપછી તેમના રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન લોકો નવપરણિત કપલને શુભેચ્છા આપીને ગિફ્ટ પણ આપતા હતા. દરમિયાન એક અજાણ્યો શખ્સ પણ સ્ટેજ ઉપર પહોંચ્યો હતો અને તેણે નવપરણિત કપલને ગિફ્ટ આપી હતી. ગિફ્ટમાં થોડી મીનિટો પછી વિસ્ફોટ થતા સ્ટેજ પર હાજર વરરાજા, તેની દાદી સહિત 3 લોકોના મોત થયા છે.

રિસ્પેશનમાં બ્લાસ્ટ થતા લોકોમાં દોડા-દોડી થઈ ગઈ હતી. લોકોની બુમો વચ્ચે ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. રાઉરકેલાની હોસ્પિટલમાં વરરાજા, તેના દાદી અને અન્ય એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. દુલ્હન ગંભીર રીતે ઘાયલ છે. તેને સારવાર માટે બુરલાની હોસ્પિટલ ટ્રાન્સફર કરવામાં આવી છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે ઘાયલ યુવતીની સ્થિતિ ખૂબ ગંભીર છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close