રેલવે લાઈન ક્રોસ કરતી વખતે 6ના મોત, અચાનક આવી ગયુ એન્જિન

Date:2018-02-26 14:23:26

Published By:Jay

હાપુડ: ઉત્તર પ્રદેશના હાપુડમાં રેલવે લાઈન ક્રોસ કરતી વખતે એન્જિન સાથે અથડાઈને 6 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીથી ચાલીને ફૈઝાબાદ જતી પદ્માવત એક્સપ્રેસ હાપુડના પિલખુવામાં રાતે અંદાજે 9 વાગે રોકાઈ હતી. દરમિયાન અમુક યાત્રીઓ ટ્રકે ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે અચાનક બીજા ટ્રેક પર એન્જિન આવી જવાના કારણે અકસ્માત સર્જાયો હતો. પોલીસે મૃતકોના દેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

સાત મિત્રો પાર્ટીઓમાં ખાવાનું બનાવવાનું કામ કરતા હતા. દરેક યુવક રેલવે ટ્રેક ક્રોસ કરીને ઘર તરફ આવી રહ્યા હતા. ટ્રેક પર પદ્માવત એક્સપ્રેસ ઊભી હતી. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે બીજી લાઈન પર અચાનક એન્જિન આવી જવાના કારણે આ ઘટના થઈ હતી. મૃતકોની ઉંમર 14થી 16 વર્ષની છે.

ઘટના સ્થળે હાજર લોકોનું કહેવું છે કે, સાત છોકરાઓ રેલવે ટ્રકે ઉપર બેઠા હતા ત્યારે અચાનક ટ્રેન આવી ગઈ હતી. બધા ગભરાઈને બીજી તરફ કુદી ગયા પરંતુ ત્યાંથી પણ એક એન્જિન આવતું હોવાથી ઘટના સ્થળે પાંચ લોકોના મોત થઈ ગયા હતા અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે.

ડિસીપ પિલખુઆ પવન કુમારે જણાવ્યું કે, 7 લોકો ટ્રેન નીચે આવ્યા હોવાની માહિતી મળી છે. તેમાંથી 6 લોકોના મોત થયા છે અને 1 ગંભીર રીતે ઘાયલ છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ શરૂ કરાઈ છે. ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.

Cricket Score

WhatsApp Registraltion

Close