ત્રિપુરા, નાગાલેન્ડમાં બીજેપીને જોરદાર ફાયદો, મેઘાલયમાં કોંગ્રેસ આગળ

Date:2018-03-03 12:05:51

Published By:Jay

અગરતલા: નોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીના મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી. રાજ્યોમાં લેફ્ટકોંગ્રેસ અને બીજેપી સહિત સ્થાનિક પાર્ટીઓ માટે ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતિ છે. બીજેપી અને આરએસએસએ ત્રણેય રાજ્યોના અંતરિયાળ ગામડાઓ સુધી કામ કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીમે આક્રમક કેમ્પેઈનિંગ કર્યું હતું. મેઘાલયમાં કોંગ્રેસની મુકુલ સંગમા સરકાર અને નાગાલેન્ડમાં નગા પીપુલ્સ ફ્રન્ટની હાલની સરકારને બીજેપીથી ટક્કર મળી રહી છે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપીને જોરદાર ફાયદો મળતો જણાઈ રહ્યો છે જ્યારે મેઘાલયમાં કોંગ્રેસ આગળ છે. બે રાજ્યોમાં બીજેપીના સારા પ્રદર્શનથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રિઝલ્ડના અપડેટ્સ્

અપડેટ્સ
ત્રિપુરા- 60 સીટ: CPM- 25, BJP- 34
મેઘાલય- 60 સીટ: CONG- 23, BJP- 5, NPP- 15, OTH- 16
નાગાલેન્ડ- 59 સીટ- NPF- 30, BJP- 24, CONG- 1, OTH- 4

1) ત્રિપુરા- બહુમત: 31/60
2013:
લેફ્ટની જીત
વખતે: લેફ્ટ v/s બીજેપી

કોણે પસંદ કરી સરકાર?


મતદાર- 25 મતદાર, વોટિંગ 89.8%
-
ત્રિપુરામાં 25 વર્ષથી લેફ્ટની સરકાર છે પરંતુ સરકારની હિન્દુ વિરોધી નીતિ, બેરોજગારી અને વિકાસ હોવાના કારણે લેફ્ટની સરકારને એન્ટી ઈનકંબેસીનું નુકસાન થઈ શકે છે. 
-
એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી તે સીટ પર મતદાન થયુ નથી.

કોણ છે સીએમનો ચહેરો?


-
હાલના સીએમ માણિક સરકાર છે. તેઓ છેલ્લા 20 વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે. બીજેપીએ સીએમના ઉમેદવાર માટે કોઈ નામની જાહેરાત કરી નથી. બીજેપીએ અહીં નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડી છે. અહીં કોંગ્રેસ અને ટીએમસી હાંશિયામાં છે.

ખાસિયત- માણિક પર અત્યાર સુધી કોઈ આરોપ લગ્યો નથી. તેમની પાસે પોતાનો મોબાઈલ, ઘર કે કાર પણ નથી. તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ નથી કરતા.


નબળાઈ- એવુ કહેવામાં આવે છે કે, વિશે યુવાનોમાં નારાજગી છે. આરોપ છે કે, રાજ્યમાં આઈટી સેક્ટર ખૂબ પાછળ છે.

2) મેઘાલય- બહુમત: 31/59


2013:
કોંગ્રેસ જીતી
વખતે Cong v/s NPP v/s BJP

કોણે પસંદ કરી સરકાર?
મતદાર- 19 લાખ, મતદાન 67%

- અહીં 8 વર્ષથી કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ- બીજેપી અને નેશનલ પીપુલ્સ પાર્ટીમાં ત્રિકોણીય ટક્કર છે. ડ્રગ્સ, ડેવલપમેન્ટ અને હેલ્થના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી છે. નેશનલ પીપુલ્સ પાર્ટી 2013માં સત્તામાં આવી. સ્વર્ગસ્થ પૂર્વ કોંગ્રેસી નેતા પીએ સંગમા તેના ફાઉન્ડ હતા. હવે તે તેમના દીકરા અને પાર્ટી ચીફ કોનાર્ડ સંગમાની લીડરશીપ માં પાર્ટી મજબૂત થઈ રહી છે. 5 વર્ષમાં પાર્ટીનો જનાધાર વધ્યો છે. 2014ની ચૂંટણીમાં મતદાન 22.8 ટકા થયું હતું. 18 વિધાનસભા સીટમાં વધારો થયો હતો.
-
એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી ચૂંટણી થઈ નહતી. અહીં 59 સીટ પર ચૂંટણી થઈ હતી.

કોણ છે સીએમનો ચહેરો?


-
કોંગ્રેસમાં હાલ સીએમ મુકુલ સંગમાની લીડરશીપમાં ચૂંટણી લડવામાં આવી છે. એનપીપીએ સીએમના ઉમેદવારની હજુ જાહેરાત કરી નથી. જોકે માનવામાં આવે છે કે, જો એનપીપી ચૂંટણી જીતશે તો મુકુલ સંગમાની બહેન અને પૂર્વ સાંસદ આગથા સંગમાને સીએમ બનાવી શકે છે. બીજેપીએ પણ સીએમ તરીકે કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. અહીં પણ નરેન્દ્ર મોદી અને બીજેપીના નામથી ચૂંટણી લડવામાં આવી છે.

જાતીગત સમીકરણ શું છે?


-
રાજ્યમાં અંદાજે 75 ટકા મતદારો ઈસાઈ છે. વોટર્સને મનાવવા માટે કોંગ્રેસે કેરળના પૂર્વ સીએમ ઓમાન ચાંડી અને બીજેપીએ કેન્દ્રીય મંત્રી અલ્ફોંસને ચૂંટણીની જવાબદારી સોંપી હતી.
-
રાજ્યમાં દરેક ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારો મોટી સંખ્યામાં હોય છે. ગઈ વખતે અપક્ષના 13 ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. વખતે 84 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.

3) નાગાલેન્ડ: બહુમત: 31/60


2013:
એનપીએફની જીત
વખતે : NPF v/s BJP+NDPP

કોણે પસંદ કરી સરકાર?
મતદાર- 11 લાખ, વોટિંગ: 75 %


- 15
વર્ષથી નેશનલ પીપુલ્સ ફ્રન્ટ (NPF)ની સરકાર છે. બીજેપીએ ચૂંટણી પહેલાં એનપીએફથી ગઠબંધન તોડીને પાર્ટીના બળવાખરો નેતાઓ-ધારા સભ્યોના નવા દળ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધન કર્યું હતું. એનડીપીપીએ 40 અને બીજેપીએ 20 સીટ પર ચૂંટણી લડી હતી. એનપીએફ 59 સીટ પર ચૂંટણી લડી હતી.

કોણ છે સીએમ ચહેરો?


-
એનપીએફ સીએમ ટીઆર જેલિયાંગ ચહેરો છે. બીજેપી અને એનડીપીપીએ કોઈ નેતાને આગળ કર્યા નથી. એનપીએફના પૂર્વ નેતા અને ત્રણ વાર સીએમ રહી ચૂકેલા નેફ્યૂ રિયો એનડીપીપીના સંભવિત ઉમેદવાર રહી શકે છે. તેમણે ચૂંટણી પહેલાં એનડીપીપી જોઈન કરી લીધું છે. તેઓ નોર્થર્ન અંગામી-2થી બહુમતીથી ચૂંટણી જીતી ગયા છે. નરેન્દ્ર મોદીની પહેલી પસંદ છે.

જાતીગત સમીકરણ શું છે?


અહીં ઈસાઈની બહુમતી છે. અહીં 90.2 ટકા ઈસાઈ, 7.7 ટકા હિન્દુ અને 1.8 ટકા મુસ્લિમ છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close