પ્રથમવાર વિન્ડીઝ રમશે વર્લ્ડકપ ક્વોલિફાઈંગ રાઉન્ડ, હારશે તો ગેલની વિદાય નિશ્ચિત

Date:2018-03-03 13:40:02

Published By:Jay

હરારેઃ ઈંગ્લેન્ડમાં 2019માં થનારા 12માં વનડે ક્રિકેટ વર્લ્ડકપનો ક્વોલિફાઈંગ રાઉન્ડ 4 માર્ચથી શરુ થઈ રહ્યો છે. જેમાં બે વખતની પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિન્ડીઝ સહિત 10 ટીમો ભાગ લઈ રહી છે. ફાઈનલમાં પહોંચનારી 2 ટીમો વર્લ્ડકપ માટે ક્વોલિફાઈ કરશે. પ્રથમવાર વર્લ્ડ ચેમ્પિયન ટીમ રહેલી વિન્ડીઝને વર્લ્ડકપમાં ડાયરેક્ટ એન્ટ્રી નથી મળી અને તેને વર્લ્ડકપ રમવા નાની ટીમોની સાથે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં રમવું પડી રહ્યું છે.

તાજેતરમાં જ આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનને ટેસ્ટ પ્લેઈંગ નેશનનો દરજ્જો મળ્યો છે. આમ જોતા ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટમાં ટેસ્ટ સ્ટેટસ ધરાવતી 4 ટીમો સામેલ છે. વિન્ડીઝ અને ઝિમ્બાબ્વે પણ ટેસ્ટ સ્ટેટસ ધરાવે છે. ટેસ્ટ દરજ્જો ધરાવતી 4માંથી 2 ટીમોનું વર્લ્ડકપની બહાર થવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આવું આઈસીસી વર્લ્ડકપમાં પ્રથમવાર બનશે. વિન્ડીઝે આ ટૂર્નામેન્ટમાં જેસન હોલ્ડરના નેતૃત્વમાં મજબૂત ટીમ ઉતારવાનો પ્રયાસ કર્યો છે. જોકે ગેલ જેવા ખેલાડીની હાજરીમાં પણ વોર્મઅપ મેચોમાં તેમનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું હતું. એવામાં વિન્ડીઝ ટીમ વર્લ્ડકપ રમી શકશે કે નહીં તેની પર શંકા છે.

વિન્ડીઝ હાલ ક્રિસ ગેલને ટીમ સાથે 2019ના વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને જ સ્થાન આપી રહ્યું છે. જો વિન્ડીઝ વર્લ્ડકપમાં એન્ટ્રી મેળવવાનું ચુકી જશે, તો ક્રિસ ગેઈલની ટીમમાંથી વિદાય નિશ્ચિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Cricket Score

WhatsApp Registraltion

Close