મીસા ભારતી અને તેના પતિને મની લોન્ડરિંગ કેસમાં મળ્યા શરતી જામીન

Date:2018-03-05 13:05:39

Published By:Jay

નવી દિલ્હી: મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવની દીકરી મીસા ભારતી અને તેમના જમાઈ શૈલેષ યાદવને પટિયાલા હાઉસ કોર્ટમાંથી શરતી જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે તેમને રૂ. 2 લાખના બોન્ડ ભરીને જામીન આપ્યા છે. કોર્ટે તેમને કહ્યું છે કે, તેઓ કોર્ટને જાણ કર્યા વગર દેશ છોડીને ક્યાંય જઈ શકશે નહીં. કેસ કંપનીના મિશૈલ પેકર્સ એન્ડ પ્રિટંર્સ પ્રાઈવેટના નામથી દિલ્હીમાં એક ફાર્મ હાઉસની ખરીદી સાથે જોડાયેલો છે. કેસમાં ઈડી દ્વારા પણ મીસાની પૂછપરછ કરી લેવામાં આવી છે.

મીસા ભારતીનું કહેવું છે કે, મની લોન્ડરિંગ કેસમાં આવેલી કંપનીઓને તેના પતિ અને સીએ ચલાવી રહ્યા છે. સીએનું મૃત્યુ થઈ ચૂક્યુ છે. જ્યારે ઈડીનું કહેવું છે કે, કંપનીઓ દ્વારા 1.2 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગના કૌભાંડમાં દંપતિ સક્રિય રીતે સામેલ છે. મીસા આરજેડી અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની દીકરી છે.

ઈડીએ દંપતિ વિરુદ્ધ ડિસેમ્બરમાં આરોપ પત્ર દાખલ કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, કૌભાંડ દ્વારા મેળવેલા પૈસામાં બંને સક્રિય રીતે સામેલ હતા અને તેથી તેમની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close