PNB ફ્રોડ: ગીતાંજલિ ગ્રુપના VP ચિતાલિયાની CBIએ કરી અટકાયત

Date:2018-03-06 13:43:26

Published By:Jay

નવી દિલ્હી: પીએનબી કૌભાંડમાં સીબીઆઇએ મંગળવારે ગીતાંજલિ ગ્રુપના વાઇસ પ્રેસિડે્નટ (બેંકિંગ ઓપરેશન્સ) વિપુલ ચિતાલિયાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી. તેને બેંગકોકથી પાછા ફરતા એરપોર્ટ પર પકડવામાં આવ્યો હતો. કૌભાંડના મુખ્ય આરોપીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સી દેશની બહાર છે. પહેલા લગભગ સાડા બાર હજાર કરોડના ફ્રોડની વાત સામે આવી હતી. પછી બેંકે કહ્યું કે 1300 કરોડના એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન્સ પણ થયા છે. હવે રકમ વધીને 12,672 કરોડ થઇ ગઇ છે.

સીબીઆઇએ અત્યાર સુધી 198 લોકેશન પર પાડ્યા દરોડા

- 14 ફેબ્રુઆરીના રોજ સીબીઆઇ પહેલી એફઆઇઆર નીરવ મોદી, તેની પત્ની અમી, ભાઈ નિશાલ અને નીરવના મામા મેહુલ ચોક્સી વિરુદ્ધ નોંધાવી હતી. મોદી, તેનો પરિવાર અને ચોક્સી જાન્યુઆરીમાં દેશ છોડીને ભાગી ગયા હતા.

- 15 ફેબ્રુઆરીના રોજ ચોક્સીના ગીતાંજલિ ગ્રુપ વિરુદ્ધ સીબીઆઇએ બીજી એફઆઇઆર નોંધાવી. તેમાં ગીતાંજલિ દ્વારા 4886.72 કરોડ રૂપિયાના ફ્રોડની વાત કહેવામાં આવી.

- અત્યાર સુધી મામલે સીબીઆઇએ દેશમાં 198 લોકેશન્સ પર પાડેલા દરોડાઓમાં 6 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી છે અને 18 લોકોની ધરપકડ કરી છે.

સોમવારે 4 લોકોની ધરપકડ કરવામાં આવી

- સોમવારે સીબીઆઇએ બેંકના જનરલ મેનેજર (ટ્રેઝરી) એસ.કે. ચંદની પૂછપરછ કરી.

- ફાયરસ્ટારના પ્રેસિડેન્ટ (ફાઇનાન્સ) વિપુલ અંબાણી સહિત 6 આરોપી સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે તેમને 19 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા. વિપુલ અંબાણી રિલાયન્સ ગ્રુપના પ્રમુખ મુકેશ અંબાણીના કાકાના દીકરા છે.

Cricket Score

WhatsApp Registraltion

Close