એરસેલ કેસઃ ષડ્યંત્રમાં પી. ચિદમ્બરમનો હાથ હોવાનો દાવો

Date:2018-03-07 10:45:11

Published By:Jay

નવી દિલ્હીઃ એરસેલ-મેક્સિસ ડીલમાં નિયમોના કથિત ઉલ્લંઘન અને ભ્રષ્ટાચારના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી સોગંદનામામાં EDએ આરોપ લગાવ્યો છે કે એરસેલ-મેક્સિસને FIPB (ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ) પાસેથી મંજૂરી આપવાના ષડ્યંત્રમાં પી. ચિદમ્બરમનો હાથ હતો.

ઈડીએ કહ્યું કે ષડ્યંત્ર હેઠળ તથ્યોને છુપાવવામાં આવ્યા જેથી મામલાને આર્થિક મામલાની કેબિનેટ સમિતિ પાસે મોકલવા પડે અને નાણાં મંત્રાલયે તેને મંજૂરી આપી દીધી. સોગંદનામામાં ED FIPBના તત્કાલિન સેક્રેટરી, એડિશનલ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને અંડર સેક્રેટરી સહિત મોટા અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા છે, જે એજન્સી મુજબ ષડ્યંત્રમાં સામેલ હતા.

ચિદમ્બરમ અને તેમના દીકરા કાર્તિ તે વાત પર યથાવત છે કે EDની સાથે-સાથે CBI દ્વારા તેમની સામે લગાવવામાં આવેલા આરોપો પાયા વિહોણા છે અને વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટે મોદી સરકાર આમ કરી રહી છે.

પોતાના સોગંદનામામાં ED કહ્યું કે એરસેલે 2006માં 3,500 કરોડ રુપિયાના પ્રત્યક્ષ વિદેશી રોકાણને લાવવાની પરવાનગી માગી હતી પણ નાણાં મંત્રાલયે આંકડાને ઓછા કરીને દર્શાવ્યા. EDના જણાવ્યા પ્રમાણે નાણાં મંત્રાલયે મામલાને આર્થિક મામલાની કેબિનેટ સમિતિ પાસે જતા અટકાવ્યા માટે એરસેલને માત્ર 180 કરોડ રુપિયાની FDI માટે મંજૂરી માગી છે. તે સમયે લાગુ નિયમો પ્રમાણે 600 કરોડ રુપિયા સુધી વિદેશી રોકાણને નાણાં મંત્રી FIPB હેઠળ મંજૂરી આપી શકતા હતા.

EDના સોગંદનામામાં તેના તરફથી સુપ્રીમ કોર્ટમાં એરસેલ-મેક્સિસ કેસની તપાસને લઈને દાખલ કરાયેલા સ્ટેટસ રિપોર્ટનો ભાગ છે. કોર્ટમાં શુક્રવારે મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

ED આરોપ લગાવ્યો છે કે એરસેલને FIPBથી મંજૂરી મળવાના અવેજમાં પૂર્વ નાણાં મંત્રીના દીકરા કાર્તિ ચિદમ્બરમને 11 એપ્રિલ 2006 26 લાખ રુપિયા આપ્યા હતા.

EDના સોગંદનામામાં પી. ચિદમ્બરમને કથિત FIPB સ્કેમ હેઠળ ઝડપી તપાસના કેન્દ્રમાં લવાયા છે. ત્યાં સુધી કે વાત મહત્વપૂર્ણ છે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) હેઠળ અધિકારીઓએ જણાવ્યું કે કોર્ટમાં પૂરાવા તરીકે માન્યતા છે. મામલાની પણ PMLA હેઠળ તપાસ થઈ રહી છે.

ED સોગંદનામામાં દાવો કર્યો છે કે તેણે મામલે તપાસ દરમિયાન મે 2014થી 2009 અને ઓગસ્ટ 2012થી મે 2014ની વચ્ચેની FIPB સાથે જોડાયેલી 2,721 ફાઈલોને તપાસી છે. જેમાંથી એરસેલ કેસ સહિત 54 એવી ફાઈલો પર ED ફોકસ રાખ્યું છે, જેમાં પી. ચિદમ્બરમે મંજૂરી આપી હતી.

ED જુલાઈ 2016થી ઓક્ટોબર 2016 વચ્ચેની FIPBના અધિકારીઓની પૂછપરછનો પહેલો તબક્કો પૂર્ણ કર્યો હતો. FIPBના તત્કાલિન અંડર સેક્રેટરી રામ શરણ અને ડેપ્યુટી સેક્રેટરી દીપક સિંહની ઈડીએ ઊંડી પૂછપરછ કરી હતી અને તેમના નિવેદનો નોંધ્યા હતા.

સોગંદનામા મુજબ FIPB અધિકારીઓએ જણાવ્યું કે 80 કરોડ ડૉલર (3,500 કરોડથી વધુ)નું રોકાણ થયું હતું અને મામલો આર્થિક મામલાની કેબિનેટ સમિતિની પાસે જવો જોઈતો હતો. પણ ષડ્યંત્ર હેઠળ એવું દર્શાવવામાં આવ્યું કે માત્ર 180 કરોડ રુપિયાના વિદેશી રોકાણને મંજૂરી માગવામાં આવી છે અને તત્કાલિન નાણાં મંત્રીએ તેને મંજૂરી આપી દીધી, જ્યારે તેમને તેનો અધિકાર નહોતો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close