હીરોએ લૉન્ચ કરી નવી 125સીસી સુપર સ્પ્લેંડર બાઇક, જાણો કિંમત

Date:2018-03-08 10:49:26

Published By:Jay

નવી દિલ્હીઃ દેશની નંબર વન ટૂ-વ્હિલર કંપની હીરો મોટોકોર્પે પોતાનું નવું બાઇક 125 સીસી સુપર સ્પ્લેંડર લૉન્ચ કરી દીદું છે. નવી દિલ્હીના એક્સ શોરૂમમાં બાઇકની કિંમત 57190 રૂપિયા રાખામાં આવી છે. જો સુપર સ્પ્લેંડરના જૂના વર્ઝન સાથે બાઇકની સરખામણી કરીએ તો નવી બાઇકમાં અમુક બદલાવ જોવા મળશે.

યુવા પ્રોફેશનલ્સને ધ્યાનમાં રાખીને બાઇક તૈયાર કરવામાં આવી છે. મોડેલમાં શ્રષ્ઠ ડિઝાઇન અને નવા ફિચર્સ જોવા મળશે. હીરો બ્રાન્ડ પર લોકો એટલો વિશ્વાસ કરે છે કે ઘરેલુ મોટરસાઇકલ માર્કેટમાં હીરોનો 50 ટકા વધુ માર્કેટ શેર છે. બાઇકને ડિસેમ્બર 2017માં રજૂ કરવામાં આવી હતી.

નવી સુપર સ્પ્લેંડરના લૉન્ચિંગ સમયે હીરો મોટોકોર્પ લિમિટેડના સેલ્સ અને કસ્ટમર કેર હેડ અશોક ભસીને કહ્યું કે ભારતમાં વેચાતી બેમાંથી 1 બાઇક હીરો મોટરસાઇકલની છે. 125સીસી સેગમેન્ટની વાત કરીએ તો ઘરેલૂ બજારમાં હીરોનો માર્કેટ શેર 55 ટકાથી વધુ છે. માર્કેટ લીડરશીપ યથાવત રાખવાના ઉદ્દેશ્ય સાથે સુપર સ્પ્લેંડરનું નવું વર્ઝન લૉન્ચ કરવામાં આવ્યું છે.

સુપર સ્પ્લેંડરના નવા મોડેલનો લૂક પ્રીમિયમ છે અને આમાં અનેક કોસ્મેટિક બદલાવ જોવા મળશે. સીટ પ્રોફાઇલને અંડર સીટ સ્ટોરેજથી અપડેટ કરવામાં આવ્યું છે. એક બાજુએ યૂટીલિટી બૉક્સ આપવામાં આવ્યું છે અને વાઇડ રિયર ટાયર જોવા મળશે.

નવી મોટરસાઇકલમાં મફલર પર ક્રોમ કવર, સ્લીક ટેલ લાઇટ અને અપડેટેડ ગ્રાફિક્સ છે. કંપનીએ સુપર સ્પ્લેંડર બાઇકમાં પાંચ કલર ઓપ્શન આપ્યા છે, જે પર્પલ, રેડિસ બ્લેક, સિલ્વર સાથે બ્લેક, લાલ અને ગ્રે કલરમાં ઉપલબ્ધ છે.

હીરોની નવી સુપર સ્પ્લેંડરમાં 125સીસી ટીઓડી એન્જિન આપવામાં આવ્યું છે. જે 4 ગેરબોક્સથી સજ્જ છે. જૂના વર્ઝનની બાઇકના એન્જિનથી બાઇકનું નવું એન્જિન વધુ પાવરફુલ છે. જે 7500 આરપીએમ પર 11.4 પીએસ પાવર ઝનરેટ કરે છે અને 6000 આરપીએસ પર 11 ન્યૂટન મીટર ટૉર્ક ઝનરેટ કરે છે.

એટલું નહીં, હીરોની નવી બાઇકમાં આઇ3એસ એટલે કે આઇડલ સ્ટોપ સ્ટાર્ટ સિસ્ટમ ટેક્નિક આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે ટેક્નિક હોવાથી સિટી રાઇડિંગ દરમિયાન બાઇક સારું માઇલેજ આપશે. ઉલ્લેખનીય છે કે ટેક્નિકની મદદથી ટ્રાફિક જામ વગેરેમાં ન્યૂટ્રલ મોડ પર બાઇક ઉભી રાખશો ત્યારે એન્જિન પોતાની મેળે બંધ થઇ જશે અને માત્ર ક્લચ પકડવાથી એન્જિન ફરી શરૂ થઇ જશે અને સિસ્ટમના કારણે ઇંધણનો વધુ વ્યય અટકાવી શકાશે.

ભારતીય માર્કેટમાં હોંડા સીબી શાઇન, બજાજ ડિસ્કવર 125 અને યામાહા સલૂટો સહિતની બાઇક સાથે હીરો મોટોકોર્પના નવા બાઇક સુપર સ્પ્લેંડરની ટક્કર થશે.

Cricket Score

WhatsApp Registraltion

Close