ભારત-અમેરિકાના દબાણ વચ્ચે હાફીઝ સઇદની ધરપકડ પર પાકિસ્તાનની કોર્ટનો સ્ટે

Date:2018-03-08 15:08:20

Published By:Jay

પાકિસ્તાન-મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદને પાકિસ્તાન સરકારે છોડી મુક્યો છે. બીજી તરફ હવે ભારત અને અમેરિકાનું દબાણ પાકિસ્તાન પર વધી રહ્યું છે. જોકે તેની કોઇ જ અસર પાકિસ્તાન પર નથી થઇ રહી અને હવે તો આતંકીઓને પાકિસ્તાનની કોર્ટો પણ રક્ષણ આપવા લાગી છે. પાકિસ્તાનની એક કોર્ટે કહ્યું છે કે કોઇ પણ સંજોગોમાં હાફિઝ સઇદની અટકાયત કે ધરપકડ પાક. સરકાર નહીં કરી શકે. કોર્ટની અનુમતી વગર હાફિઝની ધરપકડ કે અટકાયત નહીં કરી શકાય તેવો લાહોર હાઇકોર્ટનો આદેશ અનેક લોકોનો હત્યારો હાફિઝ સઇદ લાહોરની કોર્ટમાં પ્રોટેક્શન માટે પહોંચ્યો હતો, જ્યાં તેણે દાવો કર્યો હતો કે મારી ગમે ત્યારે પાકિસ્તાન પોલીસ ધરપકડ કરી શકે છે. જ્યારે મારી વિરુદ્ધ કોઇ જ એવો કેસ નથી કે જેને કારણે મારી ધરપકડ કરવામાં આવે. બીજી તરફ સમગ્ર મામલે પાકિસ્તાન સરકાર પાસેથી કોર્ટે જવાબ માગ્યો હતો પણ કોર્ટ સમક્ષ સરકારે કોઇ જ જવાબ ન આપતા કોર્ટે સરકારનો ઉધડો લીધો હતો અને આગામી ચાર એપ્રીલ સુધીમાં જવાબ આપવા કહ્યું હતું. પ્રતિબંધીત જમાત ઉદ દાવા સંગઠનનો વડો હાફિઝ સઇદ આ વર્ષે યોજાનારી ચૂંટણીને કારણે હાલ પાકિસ્તાનમા ખુલ્લેઆમ ફરી રહ્યો હતો અને તેના મંચ પર પાકિસ્તાનની સત્તાધારી અને વિપક્ષ પાર્ટીઓના નેતાઓ પણ જોવા મળી રહી છે. હવે તો પાકિસ્તાની કોર્ટે પણ આ આતંકીને રક્ષણ આપી દીધુ છે. જેને પગલે આગામી દિવસોમાં તે ખુલ્લેઆમ આતંકી હુમલા કરાવી શકશે.


Cricket Score

WhatsApp Registraltion

Close