શમી સહિત 4 સામે દહેજ- હત્યાના પ્રયાસનો કેસ, પત્નીએ કરી'તી ફરિયાદ

Date:2018-03-09 15:04:34

Published By:Jay

નવી દિલ્હીઃ BCCI કોન્ટ્રાક્ટમાંથી હાંકી મુકવામાં આવેલાં ક્રિકેટર મોહમ્મદ શમીની મુશ્કેલી વધી છે. તેની પત્ની હસીન જહાંએ સોશિયલ મીડિયામાં અવૈધ સંબંધોનો આરોપ લગાવ્યાં પછી કોલકત્તાના લાલ બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. શુક્રવારે શમી સહિત 4 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે FIRમાં દહેજના કારણે શોષણ, હત્યાનો પ્રયાસ સહિત અનેક કલમો લગાવી છે. પોલીસના જણાવ્યા મુજબ હસીન જહાંએ શમી પર મેચ ફિકસિંગનો પણ આરોપ લગાવ્યો છે. શમીએ આરોપોને ફગાવતાં તેને એક મોટું ષડયંત્ર ગણાવ્યું છે.

શમી વિરૂદ્ધ પુરાવા છે, કોર્ટમાં લઈ જઈશ- હસીન જહાં


-
હસીન જહાંએ ગુરૂવારે નવા આરોપ લગાવતાં કહ્યું હતું કે, "શમી પાકિસ્તાની યુવતી અને ઈંગ્લેન્ડના બિઝનેસમેનની સાથે મળીને મેચ ફિક્સ કરતાં હતા. તે તેને તો શું આખા દેશને દગો આપી શકે છે, શમીએ ફિકસિંગ માટે દુબઈમાં એક યુવતી પાસેથી રૂપિયા લીધા હતા." જો કે પાકિસ્તાની યુવતીનું નામ સામે નથી આવ્યું.
-
બુધવારે હસીને કહ્યું હતું કે, "મેં તે બધું કર્યું જે તે મારી પાસેથી ઈચ્છતો હતો. તેને મારા પર અત્યાચાર કર્યો અને મારી સાથે પત્નીની જેમ વ્યવહાર કર્યો. તેના અનેક યુવતીઓ સાથે સંબંધ છે."
-
સાથે તેને શમીને તલાક આપવાથી ઈન્કાર કરતાં કહ્યું કે, "મારી પાસે સબૂત છે ટૂંક સમયમાં તેને કોર્ટમાં ઢસડી લઈ જઈશ."

શમી બોલ્યો- આવું કામ કરતાં પહેલાં મરી જવાનું પસંદ છે


-
ક્રિકેટર શમીએ ગુરૂવારે પહેલી વખત પોતાના પર લાગેલાં આરોપો અંગે સ્પષ્ટતા આપી. તેને કહ્યું કે, "અમે સાથે હોળી મનાવી હતી. થોડાં દિવસ પહેલાં સાઉથ આફ્રિકા ટૂર પર શોપિંગ માટે પણ ગયા હતા અને જ્વેલરી ખરીદી હતી. મામલામાં જે નંબરનો ઉલ્લેખ થઈ રહ્યો છે, તે મારો છે નહીં. ફોન પણ મારો નથી અને મેં કોઈ સાથે વાત પણ નથી કરી."
-
તો જ્યારે શમીને પૂછવામાં આવ્યું કે શું પત્નીએ કહેલી ગંભીર વાતોની અસર પરફોર્મન્સ પર પડશે? ત્યારે ક્રિકેટરે જવાબ આપ્યો કે, "આવું કોઈપણ કામ કરતાં પહેલાં હું મરી જવાનું પસંદ કરીશ."
- BCCI
ના ગ્રેડમાં થયેલાં નુકસાન પર શમીએ કહ્યું કે, " અંગે હાલ મને કોઈજ જાણકારી નથી. સમયે મને માત્ર મારા પરિવારની ચિંતા છે."

 

Cricket Score

WhatsApp Registraltion

Close