ફિલીપાઈન્સના પ્રમુખે ઓફિસર્સને આતંકી કહ્યાં, UNએ કહ્યું ઈલાજ કરાવો

Date:2018-03-10 10:38:15

Published By:Jay

જીનીવાઃ યુનાઈટેડ નેશન્સમાં હ્યુમન રાઈટ્સના હાઇ કમિશનર ઝાયદ રાદ અલ હુસૈને કહ્યું કે, ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તોને મગજની તપાસ કરાવવાની જરૂર છે. જણાવી દઈએ કે હાલમાં દુતેર્તોની સરકારે 600 લોકોને આતંકી જાહેરાત કર્યાં છે, જેમાં યુએનની એક અધિકારી પણ સામેલ છે.

ન્યૂઝ એજન્સીએ ધ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલથી જણાવ્યું કે ફિલીપાઈન્સે હાલમાં જ મનીલાની કોર્ટમાં આતંકીઓના નામવાળી એક લિસ્ટ સોંપી છે. જેમાં ત્યાંના નાગરિક અને યુએનના સ્પેશિયલ રિપોર્ટર વિકટોરિયા તૌલી-કાર્પેઝ પર કોમ્યુનિટી ગોરિલ્લા હોવાનો આરોપ લગાવ્યો છે.

ઝાયદે કહ્યું કે, "તેઓને મગજની સારવારની જરૂર છે. પ્રકારની કોમેન્ટ સાંખી શકાય. મુદ્દે ચુપ રહી શકાય. યુએન હ્યુમન રાઈટ કાઉન્સિલ નિશ્ચિત પગલાં ભરશે "તૌલીએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં. ફિલીપાઈન્સ સરકારે તૌલી પર આતંકી હોવાના અને ત્યાંના પ્રતિબંધિત સંગઠન ન્યુ પીપુલ્સ આર્મીની મેમ્બર હોવાના આરોપ લગાવ્યાં છે. તો બીજી બાજુ તૌલીએ પોતાના પર લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં છે. તેઓ 2014થી યુએનના વિંગ રાઈટ્સ ઓફ ઈડીઝીન્યસ પીપુલ્સની સ્પેશિયલ રિપોર્ટર છે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close