મૂર્તિ તોડવાનો સિલસિલો યથાવત, આઝમગઢમાં આંબેડકરની પ્રતિમા તોડી

Date:2018-03-10 15:52:08

Published By:Jay

લખનઉઃ ત્રિપુરાથી શરૂ થયેલો મૂર્તિ તોડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ત્રિપુરામાં મેળવેલી જીતના ઉન્માદમાં ભાજપના કાર્યકરોએ લેનિનની મૂર્તિ તોડી હતી. જે બાદ તામિલનાડુમાં પેરિયારની મૂર્તિ, કોલકત્તામાં જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદની મૂર્તિ સાથે છેડછાડ તો ક્યાંક ભીમરાવ આંબેડકર અને ગાંધીજીની મૂર્તિ પણ તોડવામાં આવી છે. તો યુપીમાં કોમી હિંસા ભડકાવવા માટે કેટલાંક અસામાજિક તત્વોએ હનુમાનજીની મૂર્તિ પણ તોડી હતી. ત્યારે યાદીમાં યુપીના આઝમગઢમાં થયેલી ઘટના પણ ઉમેરાઈ છે. આઝમગઢમાં કેટલાંક અજાણ્યા લોકોએ આંબેડકરની મૂર્તિ તોડી પાડી છે. રાજાપટ્ટી ગામે કેટલાંક લુખ્ખા તત્વોએ બંધારણના ઘડવૈયાની મૂર્તિ તોડી છે, પરિણામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તણાવપૂર્ણ વાતાવરણ જોતાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવ્યાં છે.

 

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આઝમગઢના કપ્તાનગંજ પોલીસ સ્ટેશનના રાજાપટ્ટી ગામની પાસે આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી છે.પ્રતિમા તોડવામાં આવતાં ગ્રામીણોમાં ઘણો આક્રોશ જોવા મળી રહ્યો છે અને ત્યાં તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.તણાવને જોતાં મોટી સંખ્યામાં પોલીસ દળને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યાં છે. અહીં આંબેડકરની પ્રતિમા તૂડવા અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

આ પહેલાં અનેક રાજ્યોમાં આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવવામાં આવી છે. ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના એક ગામમાં પણ કેટલાંક અસામાજિક તત્વોએ આંબેડકરની મૂર્તિની તોડફોડ કરી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close