ઓમના નાદ સાથે સંઘને મળશે નવા સરકાર્યવાહ, હોસબોલે દોડમાં આગળ

Date:2018-03-10 16:02:38

Published By:Jay

 નાગપુરઃ દેશના સૌથી મોટા બિન સરકારી સંગઠન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ શનિવારે પોતાના નવા સરકાર્યવાહનું મનોનયન કરશે. જે માટે સંઘના કેન્દ્રીય પ્રતિનિધિઓ ઓમનું ઉચ્ચારણ કરીને સહમતિ વ્યક્ત કરે છે. દર ત્રણ વર્ષે સહ સરકાર્યવાહમાં કોઈને એક સરકાર્યવાહ બનાવવામાં આવે છે. હાલ ચાર સહ સરકાર્યવાહ છે. જેમાંથી દત્તાત્રેય હોસબોલે પ્રબળ દાવેદાર છે. 2009થી પદ પર ભૈયાજી જોશી હતા. કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેશે. પસંદગી માટે દેશભરની 60 હજાર શાખાઓના પ્રમુખોને નાગપુર બોલાવવામાં આવ્યાં છે.

 

સંઘ પ્રમુખને સરસંઘચાલક કહેવામાં આવે છે. તેમની ભૂમિકા સલાહકારની હોય છે. એવામાં સંઘને ચલાવવા માટે સરકાર્યવાહની જરૂર હોય છે. સંઘમાં એક જ સરકાર્યવાહ હોય છે. તેને મહાસચિવ પણ કહેવામાં આવે છે. તેઓ સંઘના સૌથી મોટા કાર્યકારી અધિકારી હોય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, અખિલ ભારતીય કાર્યકારી મંડળમાં નવા સરકાર્યવાહના પ્રસ્તાવ પર ચર્ચા થાય છે તો આરએસએસના સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેને આ પદ માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

હોસબોલે કર્ણાટકથી આવે છે. તેઓ યુવાસ્થાથી જ સંઘ સાથે જોડાયેલાં છે. તેઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માટે કામ કર્યું છે. હોસબોલે ઉપરાંત સહ સરકાર્યવાહમાં સુરેશ સોની, ડો.કૃષ્ણગોપાલ અને વી. ભાગૈયા પણ છે. સોની ખરાબ તબિયતના કારણે બે વર્ષથી રજા પર હતા. તેઓએ થોડાં સમય પહેલાં જ કામકાજ સંભાળ્યું છે.

Cricket Score

WhatsApp Registraltion

Close