પૂર્વ સાંસદ જયાપ્રદાએ સપા નેતા આઝમ ખાનને કહ્યા અલાઉદ્દીન ખિલજી

Date:2018-03-10 16:38:00

Published By:Jay

લખનઉ: ભૂતપૂર્વ સાંસદ અને એક્ટ્રેસ જયાપ્રદાએ લાંબા સમય પછી આજે આઝમ ખાન પર પોતાનું મૌન તોડ્યું છે. જયાપ્રદાએ આઝમ ખાનની તુલના અલાઉદ્દીન ખિલજી સાથે કરી છે. ઉલ્લેખનીય છે કે આઝમ ખાનનો ગઢ મનાતા રામપુરથી બે વાર જયાપ્રદા લોકસભા સદસ્ય રહી છે.

રામપુરથી પૂર્વ સાંસદ જયાપ્રદાએ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન પર અતિશય ગંભીર આરોપો લગાવ્યા છે. જયાપ્રદાએ કહ્યું કે જ્યારે હું ફિલ્મ પદ્માવત જોઇ રહી હતી, ત્યારે અલાઉદ્દીન ખિલજીને જોઇને મારા મનમાં આઝમ ખાન જ આવી રહ્યા હતા. તેમણે કહ્યું કે, હું વિચારી રહી હતી કે રામપુરથી હું જ્યારે ચૂંટણી લડી રહી હતી ત્યારે તેમણે મને કેવી રીતે હેરાન કરી હતી. જયાપ્રદાને બીજેપી અથવા અન્ય કોઇ પક્ષમાં સામેલ થવા અંગે સવાલો થઇ રહ્યા છે, ત્યારે તેમણે એકવાર ફરી પોતાના જૂના પ્રતિદ્વંદી આઝમ ખાન પર નિશાન સાધ્યું છે. થોડા દિવસ પહેલા જ જયાપ્રદાએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવને 'બિગડા બચ્ચા' કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું હતું કે અખિલેશ યાદવ બગડી ગયેલો દીકરો છે. તેમણે ભગવાન રામ પાસેથી શીખવું જોઇએ, જે પિતાનું વચન નિભાવવા માટે રાજપાઠ ત્યાગીને વનવાસ જતા રહ્યા હતા.

ફિલ્મોમાંથી રાજકારણમાં આવેલી જયાપ્રદા અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન વચ્ચે પ્રકારના વિવાદ ઘણીવાર સાર્વજનિક મંચ પર સામે આવે છે. એક પાર્ટીમાં હોવા છતાં બંને નેતા એકબીજા પર ગંભીર આરોપો લગાવતા રહે છે.રામપુરની ચૂંટણી સમયે જયાપ્રદાએ આઝમ ખાન પર ઘણા આરોપો લગાવ્યા હતા. આઝમ ખાન પર જયાપ્રદાને ચૂંટણી હરાવવાના આરોપો પણ લાગ્યા. તે છતાંપણ જયાપ્રદા ચૂંટણી જીતી ગઇ. 2009ની લોકસભા ચૂંટણીમાં પણ જયાપ્રદા રામપુરથી ચૂંટણી લડી અને આઝમ ખાન પર ફરી તેમના વિરોધના આરોપો લાગ્યા.જયાપ્રદાના આરોપ ફક્ત ચૂંટણી હરાવવાના પ્રયત્નો સુધી સીમિત નથી રહેતા. તેમણે આઝમ ખાન પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. બીજી બાજુ આઝમ ખાન પણ સાર્વજનિક મંચ પરી જયાપ્રદાને લઇને વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરતા રહે છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close