વિધાનસભામાં મંત્રીએ સ્વીકાર્યું, 47 કરોડ ચો.મી.ગૌચર જમીન પર દબાણો

Date:2018-03-13 09:48:26

Published By:Jay

અમદાવાદઃ ગાયને લઈ સતત ચિંતિત હોવાનો દાવો કરનારી ભાજપ સરકારના રાજમાં ગાયો અને પશુઓના ચરિયાણ માટેની ગૌચરની જમીનમાં મોટા પાયે દબાણ થાય છે. જેને લઈને આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પંચાયત મંત્રીને ગૌચરની જમીનો પર થયેલા દબાણોને લઈ પ્રશ્ન કર્યો હતો. મંત્રી આપેલી વિગતોમાં દબાણના આંકડાઓ બહાર આવ્યા છે. રાજ્યના 31 જિલ્લાઓમાં કુલ 47 કરોડ 25 લાખ 9 હજાર 203 ચોરસ મીટર(4725.92.03 હેક્ટર) જમીનમાં વર્ષોથી દબાણ થયેલા છે.

જેમાં ગીર અભ્યારણમાં 57.5358 હેક્ટર વિસ્તારમાં દબાણ થયેલા છે. આ દબાણોમાં ખેતીના દબાણો 56.1757 હેક્ટર અને ધાર્મિક જગ્યાના દબાણો 1.36.01 હેક્ટર જમીન પર છે. આ દબાણોમાંથી અમુક જ 1987-88ના છે. જ્યારે બાકીના દબાણો ત્યાર બાદના છે. ત્રણ દાયકા થવા છતાં તંત્ર ગીર અભ્યારણોમાંથી દબાણ દૂર કરી શક્યું નથી.

Cricket Score

WhatsApp Registraltion

Close