રેલીમાં આવેલા હજારો ખેડૂતોની મદદ માટે આગળ આવ્યા મુંબઈકરો

Date:2018-03-13 10:45:31

Published By:Jay

મુંબઈ: અનેક આશાઓ સાથે રેલી લઈને મુંબઈ આવેલા હજારો ખેડૂતોની મદદ કરીને મુંબઈકરોએ લોકોનાં દિલ જીતી લીધાં છે. 180 કિલોમીટર પગપાળા પ્રવાસ કરીને થાકેલા ખેડૂતોની મદદ માટે મુંબઈના લોકો ધર્મ-જાતિ-રાજનીતિ ભૂલીને એક થઈને આગળ આવ્યા હતા.

સોમવારે સવારે આઝાદ મેદાન પહોંચેલા હજારો ખેડૂતોના સ્વાગત માટે મુંબઈકરોએ ખાસ વ્યવસ્થા કરી રાખી હતી. ખેડૂત આંદોલનને વિપક્ષે સમર્થન આપ્યુ હતું. તેની પાછળ ભલે રાજકીય લાભ હોઈ શકે પરંતુ જ્યારે વાત અન્નદાતાઓના પેટ ભરવાની આવી અને તેમના પગની ઈજાઓ પર દવા લગાવવાની આવી તો પાર્ટીઓ પોતાની રાજનીતિ છોડીને સામાન્ય નાગરિક બની ગઈ હતી.

શેતકરી કામગાર પાર્ટીની પનવેલ-ઉરણ બ્રાન્ચ તરફથી ખેડૂતો માટે ભાખરી અને ભાજીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જામિયા મિલિયા ઈસ્લામિયા(મહારાષ્ટ્ર) તરફથી બિસ્કિટ અને નમકીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. શિવસેના તરફથી પણ પાણી અને ખાનપાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સિવાય મુંબઈ યુથ કોંગ્રેસના અધ્યક્ષ ગણેશ યાદવના નેતૃત્વમાં ખેડૂતોને ચા, બિસ્કિટ અને પાણી વહેંચવામાં આવ્યુ હતું.

રાજકીય પાર્ટીઓ સિવાય BMC પ્રશાસન પણ આઝાદ મેદાનની સફાઈમાં લાગ્યુ હતું. અનેક NGO પણ પોતાની રીતે ખેડૂતોની મદદ કરતા જણાયા. રૉબિન હુડ આર્મી નામના એક NGO 240 ખેડૂતોને પગરખાં વહેંચ્યા. સંસ્થાની સભ્યા ફૈઝા ધનાનીએ જણાવ્યું કે અમે સોશિયલ મીડિયા પર જોયું કે અનેક ખેડૂતો પગરખાં પહેર્યા વિના ચાલીને આવ્યા છે. માટે અમે નિર્ણય લીધો.

સિવાય ખેડૂતોની મદદ માટે મુંબઈના પ્રખ્યાત ડબ્બાવાળા પણ આગળ આવ્યા હતા. ડબ્બાવાલા અસોસિએશનના પ્રવક્તા સુભાષ તાલેકર જણાવે છે કે, અમે વિચાર્યું કે ખેડૂતો આપણા અન્નદાતા છે, માટે સ્થિતિમાં તેમને ખોરાક પૂરો પાડવો આપણી ફરજ છે. અમે અમારી એક સર્વિસ મુંબઈ રોટી બેન્કની મદદથી હોટેલ્સ, ઈટરી, જાહેર કાર્યક્રમોનો સંપર્ક સાધ્યો અને તેમને વિનંતી કરી કે તેમનો વધારાનો ખોરાક વેસ્ટ કરવાને બદલે ખેડૂતો માટે આપે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close