2019માં ભાજપને હરાવવો વિપક્ષ માટે લોઢાના ચણા ચાવવા સમાન

Date:2018-03-13 10:48:54

Published By:Jay

નવી દિલ્હી: તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણી પછી ભાજપે પોતાની સહયોગી પાર્ટીઓ સાથે મળીને દેશના ભૌગોલિક ક્ષેત્રના 75 ટકા ભાગ પર સત્તા સ્થાપિત કરી છે અને દેશની 68 ટકાથી વધારે વસ્તી પર ભાજપની રાજ્ય સરકારોનું શાસન છે.

TDP જો સાથ છોડી દે તો પણ NDAનું શાસન 21 રાજ્યોમાં રહેશે, જેમાંથી 15 મુખ્યમંત્રી ભાજપના છે. 2014માં નરેન્દ્ર મોદીની સરકાર જ્યારે બની હતી, ત્યારે NDAનું શાસન માત્ર સાત રાજ્યોમાં હતું, અને ભાજપના માત્ર ચાર મુખ્યમંત્રી હતા. 2014 પછી થયેલી 22 રાજ્યોની ચૂંટણીમાં NDA 15માં જીત મેળવી અને ભાજપને 11 મુખ્યમંત્રી મળ્યા.

બિહાર અને દિલ્હીની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો, જ્યારે ગોવામાં બીજા નંબર પર આવ્યા પછી જેમતેમ કરીને સરકાર બનાવી. બિહારમાં પણ આખરે તે સત્તામાં આવી ગઈ છે. ભાજપની સફળતામાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો પણ મોટો હાથ છે, પરંતુ તેને જાળવી રાખવામાં પણ પાર્ટીએ ઘણી મહેનત કરવી પડશે.

દેશભરમાં ભાજપનું પ્રભાવશાળી અસ્તિત્વ છે. ભાજપ ચૂંટણી હોય તો પણ કાર્યકર્તાઓને વ્યસ્ત રાખે છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે 2017માં દીનદયાલ ઉપાધ્યાય શતાબ્દી સમારોહમાં સ્વયંસેવકોને આગળ આવવાનું કહ્યું. પાર્ટીને 15 દિવસ માટે લગભગ ચાર લાખ ફુલ ટાઈમ સ્વયંસેવકો, 6 મહિના અને વર્ષ માટે લગભગ 4600 કાર્યકર્તાઓ મળ્યા.

પાર્ટીની આંતરિક ગણતરી અનુસાર, લગભગ ચાર લાખ વિસ્તારકોએ 9 લાખથી વધારે બૂથ કમિટીઓમાંથી 6,13,917 કમિટીઓનો સંપર્ક કર્યો. અમિત શાહે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, તેલંગણા અને ગુજરાતમાં કમિટીઓ પર પોતે નજર રાખી. સિવાય પન્ના પ્રમુખ બનાવવા આવ્યા, જે વોટર લિસ્ટના દરેક પેજના ઈન્ચાર્જ હોય છે.

ભાજપની પ્રકારની મહેનત અને પ્લાનિંગ પરથી એક સંદેશો સ્પષ્ટપણે સામે આવે છે કે, વિપક્ષે ભાજપને હરાવવો હશે તો મતભેદ ભૂલીને એકજૂટ થઈને આગળ આવવું પડશે. વિપક્ષે સમજવાની જરુર છે કે તેમની લડાઈ ભાજપના એક અત્યંત દમદાર સંગઠન સાથે છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close