રાજકોટઃ બે યુવકોએ 12 વર્ષની સગીરા સાથે સંબંધ બાંધતા રહી ગયો ગર્ભ

Date:2018-03-13 11:17:47

Published By:Jay

રાજકોટઃ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 12 વર્ષીય સગીરા છ મહિના પ્રેગ્નેન્ટ હોવાનું ખુલતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ દીકરીને પૂછપરછ કરતાં પાડોશમાં જ રહેતાં બે યુવકોએ આ હરકત કરી હોવાનું જણાવતાં માતાએ પોલીસે ફરિયાદ કરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, શહેરના ભક્તિનગર વિસ્તારમાં રહેતી 12 વર્ષીય સગીરાને તેના જ પાડોશમાં રહેતા યુવકે મોહજાળમાં ફસાવી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પાડોશી યુવકની સાથે સાથે બીજા એક યુવકે પણ તેની સાથે સંબંધ બાંધ્યા હતા.

આ સંબંધને કારણે સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી. દીકરીમાં આવી રહેલા શારીરિક ફેરફારની માતાને ખબર પડી જતાં માતાએ પૂછપરછ કરતાં દીકરીએ બે યુવકોએ તેની સાથે સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું હતું. માતાને દીકરી ગર્ભવતી હોવાનું શંકા જતાં તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા.

ડોક્ટરી તપાસમાં સગીરાને છ મહિનાનો ગર્ભ હોવાનું સામે આવતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ પછી માતાએ પરિવારજનોને વાત કરતાં પરિવાર હાલ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને આરોપીઓ સામે બળાત્કારની ફરિયાદ કરી છે.

પોલીસે ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગીરાએ જે બે યુવકોના નામ આપ્યા છે, તેમની ધરપકડ કરવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close