ઈન્ડિગોએ રદ કરી 47 ફ્લાઈટ્સ, DGCAએ 8 પ્લેન ગણાવ્યા'તા ખરાબ

Date:2018-03-13 11:29:55

Published By:Jay

નવી દિલ્હી: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) એરબેઝના -320 પ્લેનના તે એન્જિન પર પ્રતિબંધ લગાવી દીધા છે જેમાં ટેકઓફ પહેલાં અથવા હવામાં ઉડાન દરમિયાન પ્લેનનું એન્જિન આપોઆપ બંધ થઈ જવાની ફરિયાદ આવી રહી છે. સોમવારે અમદાવાદથી લખનઉ જઈ રહેલી ઈન્ડિગોના એક પ્લેનનું એન્જિન હવામાં બંધ થઈ ગયું હતું. દેશમાં સમયે ઈન્ડિગો અને ગોએર પાસે -320 નિયો સીરિઝના એન્જિનવાળા 11 પ્લેન છે. એરલાઈન્સને કહેવામાં આવ્યું છે કે, પ્લેનમાં નવા એન્જિનનો ઉપયોગ કરવો. વાતને ધ્યાનમાં રાખીને ઈન્ડિગોએ તેની 47 ડોમેસ્ટિક ફ્લાઈટ રદ કરી દીધી છે.

11 પ્લેનમાંથી 8 ઈન્ડિગો અને 3 ગો એર પાસે છે. તેમાં ખરાબ પ્રેંટ અને વ્હિટની એન્જિન લગાવવામાં આવ્યા છે. ડિજીસીએએ તેના પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. ડિજીસીએનું કહેવું છે કે, ઈન્ડિગો અને ગોએરએ તેમના આ એન્જિનમાં કોઈ સમારકામ કરાવ્યું નથી. સિવિલ એવિયેશન સેક્રેટરી આરએન ચૌબેએ આ વિશે પહેલાં પણ સંકેત આપ્યા હતા. ડિજીસીએના જણાવ્યા પ્રમાણે, યાત્રીઓની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં. ડિજીસીએએ 13 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે તેઓ પ્લેનની ખામીઓને તપાસી રહ્યા છે.

Cricket Score

WhatsApp Registraltion

Close