NKorea એટમી હથિયાર ટેસ્ટ બંધ કરે, તો જ ટ્રમ્પ-ઉનની મુલાકાત: US

Date:2018-03-13 11:55:38

Published By:Jay

વોશિંગ્ટન: અમેરિકાએ મંગળવારે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે મુલાકાત નોર્થ કોરિયાના ન્યુક્લિયર હથિયારો અને મિસાઇલ ટેસ્ટ અટકાવ્યા પછી શક્ય બને તેમ છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે કહ્યું કે અમેરિકાને આશા છે કે નોર્થ કોરિયા શરતોને માનશે અને બંને દેશોની વચ્ચે મીટિંગ થશે. ઉલ્લેખનીય છે કે નોર્થ કોરિયાના શાસક કિમ જોંગે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મીટિંગ માટે બાકાયદા આમંત્રણ મોકલ્યું હતું, જેને ટ્રમ્પે સ્વીકારી લીધું.

મંગળવારે વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે કહ્યું, "અમને સંપૂર્ણ આશા છે કે મીટિંગ થશે."સારાના જણાવ્યા પ્રમાણે, નોર્થ કોરિયાએ સાઉથ કોરિયાથી મીટિંગનો મેસેજ મોકલ્યો છે. અમેરિકાએ તેને સ્વીકારી લીધો. નોર્થ કોરિયાએ ત્રણ વચનો આપ્યા છે. જો તેઓ તેને પૂરાં કરશે તો મીટિંગ થશે. સારાએ કહ્યું, "અમે ઇચ્છીએ છીએ કે નોર્થ કોરિયા એટમી પ્રોગ્રામ બંધ કરે. કારણે તેના પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે અને દબાણ કરવામાં આવી રહ્યું છે."

 

ગત દિવસોમાં સાઉથ કોરિયાનું એક ડેલિગેશન નોર્થ કોરિયા ગયું હતું. જે પછી ડેલિગેશન અમેરિકા ગયું. જ્યાં ડેલિગેશને ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું કે કિમ જોંગે તેમને મીટિંગ માટે ઇન્વાઇટ કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને મે મહિનામાં મળવા માટે સંમતિ દર્શાવી છે. બંને નેતાઓ વચ્ચે પહેલી મુલાકાત હશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close