વડોદરાઃ AUDIની સર્વિસમાં ધાંધિયા, કાર માલિકે કર્યો કંઈક આ રીતે વિરોધ

Date:2018-03-13 12:22:19

Published By:Jay

વડોદરાઃ લાખો રૂપિયાની કાર Audiના માલિકો કંપનીની સર્વિસથી એટલા કંટાળી ગયા કે નાછૂટકે તેમણે કંઈક અલગ રીતે વિરોધ નોંધાવ્યો. વડોદરાના આર્કિટેક્ટ ધર્મેશ પટેલ અને અન્ય કાર માલિકોએ રોડ પર જાહેરમાં કાર્સની લાઈન લગાવી દીધી અને કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યું.

લક્ઝુરિયસ કાર શોખીનોમાં ઔડી કાર લોકપ્રિય છે પરંતુ કંપનીની ખરાબ સર્વિસના કારણે ફરી એક વખત ચર્ચામાં આવી છે. ઔડી કાર, કે જે ફક્ત ધનાઢ્ય લોકો ખરીદવાની ક્ષમતા ધરાવે છે અને કારની કિંમતમાં વધારાનું કારણ કંપનીની સર્વિસ સહીત કારની આધુનિક બનાવટ અને ખૂબીઓ હોય છે.

શહેરના આર્કિટેક્ટ ધર્મેશ પટેલ ઔડી Q5 ખરીદી હતી. જેમાં થોડા સમય બાદ લાઈનર ચોંટી જવાની સમસ્યા શરૂ થઇ ગઈ હતી. જેને લઈને તેઓ વડોદરા સ્થિત ઔડીના સર્વિસ સેન્ટર ખાતે ગયા હતા. જ્યાં તેમને સર્વિસ સેન્ટર દ્વારા 4 સ્પેરપાર્ટ્સ બદલવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ મોંઘીદાટ ગાડી હોવાથી તેમને અહીં ગાડી રીપેર કરવાનું મુનાસીબ માણી અમદાવાદ ખાતેના ઔડીના સર્વિસ સેન્ટર ખાતે ગયા હતા. જ્યાં તેઓને કંઈ અલગ સ્પેરપાર્ટ્સનો પ્રોબ્લેમ હોવાનું અને વડોદરાના સર્વિસ સેન્ટરમાં ખોટો અભિપ્રાય આપ્યો હોવાનું જણાવ્યું હતું.

ત્યાર બાદ ધર્મેશ પટેલ સતત 6 મહિના સુધી ઔડીના રીપેરીંગ માટે ફર્યા હતા, પરંતુ સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું. દરમિયાન ધર્મેશ પટેલને ઔડીના અન્ય ગ્રાહકો પણ મળ્યા હતા કે જેઓ પણ ઔડી કંપનીની ખરાબ સર્વિસનો ભોગ બનવું પડ્યું હતું.

રવિવારના રોજ 12 જેટલા ઔડી કારના માલિકોએ ઔડી કંપનીની સર્વિસ બાબતે લોકોને ઉજાગર કરવાનો વિરોધ પ્રદર્શન કરતા 12 ઔડી કારને એક લાઈનમાં ઉભા રહી કાળા ધ્વજ લહેરાવી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે જોવું રહ્યું કે ઔડી કંપની પોતાના ધનાઢ્ય નારાજ ગ્રાહકોને શું પ્રતિસાદ આપે છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close