લગ્ન માટે પ્રપોઝ કરનાર ઈંગ્લેન્ડની ક્રિકેટરને કોહલીએ આપી ગિફ્ટ…

Date:2018-03-13 12:33:21

Published By:Jay

નવી દિલ્હી: ડેનિયલ વેટે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી T20 મેચમાં માત્ર 56 બોલ પર સદી ફટકારીને વાહવાહી મેળવી હતી. ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર પાસે હવે એક સિક્રેટ હથિયાર પણ આવી ગયું છે. મહિનાના અંતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી સીરિઝમાં તે હથિયારનો ઉપયોગ પણ કરશે.

ડેનિયલે એક વાતચીત દરમિયાન કહ્યું કે, હું હવે વિરાટ કોહલીના બેટનો ઉપયોગ કરીશ. બેટ વિરાટ કોહલીએ મને ગિફ્ટમાં આપ્યુ હતું. ભારતના 2014ના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન કોહલી અને ડેનિયલની ડર્બીમાં મુલાકાત થઈ હતી. તે વર્ષે કોહલીએ સાઉથ આફ્રિકામાં World T20માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 72 રન ફટકાર્યા હતા. ઈનિંગ જોઈને ડેનિયલે ટ્વિટર પર કોહલીને પ્રપોઝ કર્યુ હતું.

ડેનિયલ કહે છે કે, 10 મિનિટ પછી મેં ફોન જોયો તો 1000થી વધારે રિટ્વિટ થઈ ગયા હતા. ઈન્ડિયન ચેનલ્સ પર ન્યુઝ છવાઈ ગયા હતા. જ્યારે અમે મળ્યા તો કોહલીએ મને કહ્યું કે, તમે ટ્વિટક પર રીતે નથી લખી શકતા, લોકો આને સીરિયસ માની જાય છે.

ઉલ્લેખનીય છે કે 11 ડિસેમ્બર, 2017ના રોજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન થયા તો ડેનિયલે પણ તેમને શુભકામનાઓ આપી હતી. ડેનિયલ કોહલીની ફેન હોવાને કારણે કોહલીએ તેને પોતાનું એક બેટ ગિફ્ટમાં આપ્યું. અને ડેનિયલ બેટનો પહેલીવાર ઉપયોગ કરવા માટે તૈયાર છે.

ઈંગ્લેન્ડ મહિનાના અંતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 સીરિઝ રમશે. તે કહે છે કે, મેં જે બેટથી સદી ફટકારી હતી, તે ઘણાં સમય પહેલા તૂટી ગયું. હવે હું વિરાટના બેટનો ઉપયોગ કરીશ.

 

Cricket Score

WhatsApp Registraltion

Close