છત્રાલ: મુસ્લિમ યુવકની હત્યામાં બજરંગ દળના કહેવાતા કાર્યકરોની ધરપકડ

Date:2018-03-13 12:39:50

Published By:Jay

અમદાવાદ: છત્રાલમાં થોડા દિવસ પહેલા બજરંગ દળના કહેવાતા કાર્યકરોના હુમલામાં ઘવાયેલા મુસ્લિમ યુવકનું મોત થયું છે. ફરઝાન હુસૈન સૈયદ અને તેમના માતા પર 5 માર્ચના રોજ સવારે બજરંગ દળના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ફરઝાનની અમદાવાદની વીએસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

ફરઝાનનું મોત થતાં પોલીસે મામલે સંડોવાયેલા લોકોની ધરપકડ કરી છે. તેમના મોતના સમાચાર બહાર આવતા વીએસ હોસ્પિટલમાં વિવિધ મુસ્લિમ સંગઠનો ઉમટી પડ્યા હતા અને તેમણે મૃતકને ન્યાય આપવાની માગ સાથે ધરણા શરુ કર્યા હતા. આખરે સરકારે તેમની બે માગણીનો સ્વીકાર કર્યા બાદ મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

અલ્પ સંખ્યક અધિકાર મંચના કન્વિનર એડવોકેટ શમશાદ પઠાણે જણાવ્યું હતું કે, છત્રાલમાં કોમી તણાવ વધી રહ્યો છે તે અંગે અમે વારંવાર તંત્રને જણાવ્યું હતું, પરંતુ સરકારે કોઈ પગલાં નહોતા લીધા. ફરઝાનના મોત માટે કાયદો અને વ્યવસ્થા સાચવી શકવાની સરકારની નિષ્ફળતા જવાબદાર છે. માટે મૃતકને આર્થિક વળતર મળવું જોઈએ.

ફરઝાનના મોત બાદ એક્શનમાં આવેલી કલોલ પોલીસે કેસમાં વધુ બે લોકોની ધરપકડ કરી છે. ગયા સપ્તાહે પોલીસે અમિત ઉર્ફે કાળીયો અને અંકિત નાદિયાની ધરપકડ કરી હતી. સોમવારે પોલીસે અવનેશ પટેલ, ધીમંત પટેલ, ધર્મેશ પટેલ અને ત્રિકમ પટેલની ધરપકડ કરી હતી.

ગાંધીનગર જિલ્લા એસપી વીરેન્દ્ર સિંહ યાદવના જણાવ્યા અનુસાર, તમામ આરોપી સામે નોંધાયેલી ફરિયાદમાં હત્યાનો ગુનો ઉમેરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જવાબદાર લોકોની ધરપકડ કર્યાના સમાચાર આવ્યા બાદ મૃતકના પરિવારજનોએ તેમના મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. ફરઝાનની છત્રાલમાં મોડી સાંજે દફનવિધિ કરવામાં આવી હતી, જેમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા.

આરોપીઓએ ફરઝાન અને તેમના માતા રોશન પર તેઓ બાઈક પર સવાર હતા ત્યારે 5મી માર્ચે સવારે પાંચ વાગ્યે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમના પર ધારદાર હથિયારો અને લાકડીઓ દ્વારા કથિત હુમલો કર્યો હતો. ફરઝાનના માતા હજુય હોસ્પિટલમાં દાખલ છે. તેમની ડાબા હાથની ત્રણ આંગળીઓ હુમલામાં કપાઈ ગઈ છે.

આરોપીઓએ ફરઝાન અને તેમના માતા રોશન પર તેઓ બાઈક પર સવાર હતા ત્યારે 5મી માર્ચે સવારે પાંચ વાગ્યે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમના પર ધારદાર હથિયારો અને લાકડીઓ દ્વારા કથિત હુમલો કર્યો હતો. ફરઝાનના માતા હજુય હોસ્પિટલમાં દાખલ છે. તેમની ડાબા હાથની ત્રણ આંગળીઓ હુમલામાં કપાઈ ગઈ છે.

Cricket Score

WhatsApp Registraltion

Close