આખરે SBIએ મિનિમમ બેલેન્સ ચાર્જમાં ઘટાડો કર્યો

Date:2018-03-13 12:48:15

Published By:Jay

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના સેવિંગ ખાતાધારકો માટે મિનિમમ બેલેન્સ ચાર્જિસમાં સુધારો કર્યો છે. પહેલા રુ. 50ની જગ્યાએ નવા નિયમ મુજબ મિનિમમ બેલેન્સ ન રાખવા પર રુ. 15નો દંડ થશે.

SBIના નિર્ણયથી 1 એપ્રિલથી બેંકના 25 કરોડ ગ્રહાકોને ફાયદો થશે. આ માટે બેંકનું કહેવું છે કે જુદા જુદા ભાગીદારો સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મેટ્રો અને અર્બન સેન્ટરોમાં મિનિમમ બેલેન્સ મેઇન્ટેનન્સના ચાર્જિસ રુ.50થી ઘટાડીને રુ. 15 કરવામાં આવ્યા છે. જ્યારે સેમી-અર્બન અને રુરલ સેન્ટરમાં રુ. 40થી ઘટાડીને રુ. 12 અને રુ.10 કરવાાં આવ્યા છે. આ દરેક ચાર્જીસ પર અલગથી GST ટેક્સ લાગુ પડશે.

બેંકનો આ નિર્ણય ત્યારબાદ આવ્યો છે જ્યારે પાછલા 8 મહિનામાં મિનિમમ બેલેન્સ ચાર્જિસ દ્વારા બેંક પર રુ.1771 કરોડ જેટલી માતબર રકમ કમાઈ લેવા અંગે નિંદા કરવામાં આવી રહી છે. દંડ દ્વારા વસૂલવામાં આવેલ આ રકમનો સરવાળો બેંકના જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરનો કુલ નફો રુ. 1581 કરોડ કરતા પણ ક્યાંય વધુ છે.

ગત ઓક્ટોબર મહિનામાં બેંક દ્વારા પોતાના ગ્રહાકોના એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા અંગે કાર્યવાહી કરતા રુ. 40-100નો દંડ રાખવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જોકે પાછળથી તેને ઘટાડીને રુ. 30-50 કરીદેવાઈ હતી. જેને હજુ એકવાર ઘટાડવામાં આવી છે.

જોકે આ દંડની પ્રક્રિયામાં જનધન એકાઉન્ટ્સ, બેઝિક સેવિંગ એકાઉન્ટ્સ ડીપોઝિટ, પેન્શનર એકાઉન્ટ્સ, સોશિયલ સ્કિમના લાભાન્વિતોના એકાઉન્ટ્સ પર કોઇ જ પ્રકારના ચાર્જીસ રાખવામાં આવ્યા નથી.

બેંકના નિયમ મુજબ શહેરી વિસ્તારમાં રુ.3000 અને સેમિ અર્બન અને ગ્રામ્ય વિસ્તારોમાં રુ.2000થી રુ.1000 મિનિમમ બેલેન્સ ફરજીયાત રાખવું પડે છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close