સુકમામાં નક્સલીઓએ સુરંગમાં કર્યો વિસ્ફોટ, CRPFના 8 જવાન શહીદ

Date:2018-03-13 15:07:07

Published By:Jay

 છત્તીસગઢ-છત્તીસગઢના નક્સલવાદ પ્રભાવિત સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધું છે. ઘટનામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના 8 જવાન શહીદ થયા છે. કેટલાક અન્ય જવાનો ઘાયલ થવાની જાણકારી મળી છે. સીઆરપીએફના અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના કિસ્ટરામ પોલીસ સ્ટેશનમાં નક્સલવાદીઓને સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધા છે. ઘટનામાં સીઆરપીએફના 8 જવાન ઘાયલ થયા છે. કેટલાક અન્ય જવાનો ઘાયલ થવાના અહેવાલ છે.

અધિકારીઓએ જણાવ્યું કે આજે સીઆરપીએફની 212મી બટાલિયનના જવાન એન્ટી લેન્ડમાઇન વ્હિકલમાં સવાર થઈને રવાના થયા હતા. જ્યારે તે કિસ્ટરમા પોલીસ ક્ષેત્રમાં હતા ત્યારે નક્સલીઓએ એક શક્તિશાળી વિસ્ફોટમાં ઉડાવી દીધી. તેના કારણે દળના 8 જવાન શહીદ થઈ ગયા.

તેઓએ જણાવ્યું કે ઘટનાની જાણકારી મળ્યા બાદ વિસ્તારમાં વધારાનું પોલીસ દળ રવાના કરવામાં આવ્યું છે. શબો અને ઘાયલ જવાનોને જંગલથી બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 
અધિકારીઓએ જણાવ્યું કે ઘટના જંગલની અંતર દુર્ગમ વિસ્તારમાં થઈ. ઘટના વિશે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close