શંકારાચાર્યનો BJP-RSS પર હુમલો, કહ્યું- ભાગવતે હિન્દુત્વને કર્યું નુકસાન

Date:2018-05-03 11:56:02

Published By:Jay

નવી દિલ્હી: શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતીએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવત પર સીધો હુમલો કર્યો છે. તેમણે કહ્યું છે કે, છેલ્લાં ઘણાં વર્ષોથી આરએસએસ અને મોહન ભાગવતના કારણે હિન્દુત્વને સૌથી વધારે નુકસાન થઈ રહ્યું છે. મોહન ભાગવત પર આકરા પ્રહાર કરતા શંકરાચાર્યએ કહ્યું છે કે, એક આશ્ચર્યજનક વાત છે કે, ચીફ મોહન ભાગવત હિન્દુત્વ વિશે કશું જાણતા નથી.

મીડિયા સાથે વાત કરતા શંકરાચાર્યએ કહ્યું કે, ભાગવત કહે છે કે, હિન્દુઓમાં લગ્ન એક સમજૂતી હોય છે, જ્યારે તો આખા જીવનનો સાથ હોય છે. ભાગવત કહે છે કે, જેનો જન્મ ભારતમાં થયો છે તે હિન્દુ છે. તો શું ઈંગ્લેન્ડ અને અમેરિકામાં હિન્દુ માતા-પિતાથી જન્મ લેનારા બાળકોને શું કહીશું?

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close