J&K: આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર, એક આતંકી ઠાર

Date:2018-05-05 10:37:46

Published By:Jay

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. શ્રીનગરના જૂના વિસ્તાર છત્તાબલમાં આતંકીઓ તરફથી ગોળીબાર કરવામાં આવ્યો. ત્યારબાદ સુરક્ષાદળોએ વિસ્તારને ચારેબાજુથી ઘેરી લીધો. અથડામણમાં સુરક્ષાકર્મીઓએ એક આતંકી ઠાર માર્યો છે. અથડામણમાં એક જવાનના ઘાયલ થવાની પણ માહિતી મળી છે. સીઆરપીએફનો એક જવાન ગોળીબારમાં ઘાયલ થયો. ગોળી તેના જમણા પગમાં વાગી. જવાનની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, કેટલાક આતંકીઓ છત્તાબલ વિસ્તારમાં છુપાયેલા છે. આ વિસ્તારમાં ગોળીબાર થયો હતો. પછી સુરક્ષાદળના જવાનોએ આતંકવાદીઓને ઘેરી લીધા અને બંને તરફથી હાલ ગોળીબાર ચાલુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સવારે 4.25 વાગે જમ્મુ-કાશ્મીર પોલીસે અને સીઆરપીએફ શ્રીનગરના કરણનગર વિસ્તારમાં નાકાબંધી કરી રહી હતી. તે દરમિયાન આતંકીઓ તરફથી ગોળીબાર થયો.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close