લગ્ન લાયક ઉંમર ન હોય તો લિવ-ઈનમાં રહી શકે છે વયસ્ક કપલ

Date:2018-05-07 10:57:30

Published By:Jay

નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે કેરલ હાઈકોર્ટના મેરેજ રદ કરવાના નિર્ણયને બદલાવી દીધો છે. કોર્ટે કહ્યુ છે કે લગ્ન થઈ ગયા બાદ તેને રદ ન કરી શકાય. કોર્ટે જણાવ્યુ હતુ કે મેરેજ પછી જો યુવક-યુવતી બન્નેમાંથી કોઈની ઉંમર લગ્ન યોગ્ય ઉંમરથી ઓછી હોય અને તે વયસ્ક હોય તો તે લિવ ઈન રિલેશનશિપમાં રહી શકે છે તેનાથી તેના મેરેજ પર કોઈ અસર નહી પડે. સુર્પિમ કોર્ટે લિવ ઈન રિલેશનશિપમાં રહેનાર કપલ માટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યુ છે કે જો યુવકની ઉંમર 21 વર્ષ ન થઈ હોય તો પણ તે લિવ ઈન રિલેશનમાં રહી શકે છે.

સુપ્રિમ કોર્ટે 19 વર્ષિય તુષારાની બાબતમાં ચુકાદો આપતા કહ્યુ કે આપ જેની પણ સાથે રહેવા ઈચ્છો છો તેની સાથે રહી શકો છે. આ  કેસ કેરલનો છે. એપ્રિલ 2017માં કેરલની યુવતી તુષારાની ઉંમર 19 વર્ષની હતી એટલે કે તેની ઉંમર લગ્ન લાયક હતી પરંતુ નંદનકુમાર 20 વર્ષનો જ હતો એટલે કે લગ્ન માટે તેની ઉંમર એક વર્ષ ઓછી હતી. મેરેજ થઈ ગયા તો યુવતીના પિતાએ દિકરીના અપહરણનિ કેસ યુવક પર કરી દીધો હતો.  કેરલની હાઈકોર્ટે આ બાબતે યુવતીને કોર્ટમાં રજૂ કરવા માટે પોલિસને આદેશ આપ્યો હતો. યુવતીને કોર્ટમાં રજૂ કર્યા પછી મેરેજ રદ કરી દેવામાં આવ્યા હતા. યુવતીને તેના પિતા પાસે મોકલી દેવામાં આવી હતી. પરંતુ સુપ્રિમ ક્રોટે આ નિર્ણયને રદ કરી દીધો છે.

Cricket Score

WhatsApp Registraltion

Close