ખાંભા: DFO, 50 વનકર્મીની નજર સામે ચિંકારાનો શિકાર થયો હતો

Date:2018-05-07 11:02:31

Published By:Jay

ખાંભા: ખાંભા તાલુકાના ભાડ ઇંગોરાળા ગામની સીમમાં શનિવારે મોડી રાત્રે 3 શિકારીએ ચિંકારાનો શિકાર કર્યો હતો. શિકારીઓની હિલચાલ અંગે જાણ થતાં સ્થાનિક રહીશે વન વિભાગના સ્થાનિક અધિકારીઓને જાણ કરી હતી. છતાં કોઈ પગલાં લેવાતાં તેમણે ડીએફઓને વિશે માહિતગાર કર્યા હતા. આખરે ડીએફઓ 50 જેટલા વનકર્મીને લઈને શિકારીઓને પકડવા સીમમાં પહોંચ્યા હતા. જો કે વનકર્મીઓ શિકારીઓને શોધીને પકડી પાડે તે પહેલાં ચિંકારાનો શિકાર કરાયો હતો. આખરે એક શકમંદની અકાયત કરાઈ હતી. હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ થયાની બિનસત્તાવાર માહિતી પણ બહાર આવી હતી. ડીએફઓ અને 50 વન કર્મચારીઓની નજર સામે ચિંકારાનો શિકાર થયો હતો.

 

શિકારીઓની શોધમાં 50 જેટલા વનકર્મીનો કાફલો રાતના અંધારામાં ચૂપચાપ વાડીએ પગપાળા પહોંચ્યો હતો અને છુટોછવાયો વાડ પાછળ સંતાયો હતો. સમયે શિકારીઓ વાડીમાં ચિંકારાઓ પર બેટરીનો પ્રકાશ ફેંકીને મોકાની રાહ જોતા હતા. ડીએફઓ સહિતના અધિકારીઓ શિકારીઓને પકડવા યોગ્ય તકની રાહ જોતા હતા, તે સમયે એક શિકારીએ બંદુકમાંથી ગોળી ધરબી ચિંકારાને મારી નાખ્યું હતું. અને તંત્ર કશું કરી શક્યું હતું. અધિકારીઓએ શિકારીઓ વાડીના દરવાજા પાસેથી નીકળે તેની રાહ જોઇ હતી અને ત્રણેય શિકારી ત્યાંથી નિકળ્યા ત્યારે તંત્રનો કાફલો જોઇ ચિંકારાનો મૃતદેહ ફેંકી નાસી છુટ્યા હતા. સમયે અધિકારીઓ અને શિકારીઓ વચ્ચે માત્ર 10 ફૂટનું અંતર હતું.

 

Cricket Score

WhatsApp Registraltion

Close