તેજપ્રતાપ-ઐશ્વર્યાના આજે લગ્ન, લાલુ-નીતિશની મુલાકાત પર રહેશે નજર

Date:2018-05-12 12:51:47

Published By:Jay

પટના: આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવના મોટા દીકરા તેજપ્રતાપ યાદવના લગ્ન આજે પાર્ટીના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા રાય સાથે થવાના છે. લગ્નને લઇને બંને પરિવારોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લાલુના ઘરે શુક્રવારે તેજપ્રતાપની 'હલ્દી-કલશ' (પીઠી)ની વિધિ પૂરી કરવામાં આવી. તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્નમાં દેશના મોટા રાજકીયનેતાઓના પહોંચવાની અપેક્ષા છે.

વિશિષ્ટ મહેમાન હશે બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમાર

- એક તરફ જ્યાં ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, જેડીયુના નેતા શરદ યાદવ, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન અને બાબૂલાલ મરાંડી, પ્રખ્યાત વકીલ રામ જેઠમલાનીનું લગ્નમાં સામેલ થવાનું નક્કી છે, તો બીજી બાજુ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ લગ્નમાં સામેલ થાય તેવી સંભાવના છે.

- જોકે, લાલુના દીકરાના લગ્નમાં જે વિશિષ્ટ મહેમાન પર તમામની નજરો હશે તે મુખ્યમંત્રી નીતિશકુમાર છે. નીતિશકુમાર તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્નમાં સામેલ થવા માટે સાંજે વેટેરીનરી કોલેજ મેદાન પહોંચશે. 
-
રસપ્રદ વાત છે કે ગયા વર્ષે મહાગઠબંધનથી અલગ થયા બાદ નીતિશકુમારની લાલુ સાથે પહેલી મુલાકાત હશે. બિહારના રાજકારણના બંને દિગ્ગજો ગય વખતે મહાગઠબંધન તૂટ્યા પહેલા એકબીજાની સામે આવ્યા હતા. 
-
રાજ્યની રાજકીય ગલીઓમાં પણ નીતિશકુમાર અને લાલુની મુલાકાતને લઇને ઘણો રસ દાખવવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરજેડી અને જેડીયુના નેતાઓની નજર નીતિશ અને લાલુની મુલાકાત પર છે. તેઓ કેવી રીતે એકબીજાને મળે છે અને તેમના હાવભાવ કેવા છે, તેને લઇને લોકોમાં ઘણી ઉત્સુકતા છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close