ઈન્દોરઃ બાળકી સાથે દુષ્કર્મ કેસમાં દોષિતને ફાંસી, 23 દિ'માં આવ્યો ચુકાદો

Date:2018-05-12 17:12:14

Published By:Jay

ઈન્દોરઃ રાજબાડાના મુખ્ય ગેટની પાસે ઓટલા પર માતા-પિતાની વચ્ચે સૂઈ રહેલી ચાર મહિનાની બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાના મામલામાં કોર્ટે એક શખ્સને દોષિત કરાર કર્યો અને ફાંસીની સજા સંભળાવી છે. જજે 7 દિવસ સુધી સાત-સાત કલાક માત્ર આજ કેસની સુનાવણી કરી અને 21 દિવસમાં સુનાવણી પૂરી કર્યા બાદ 23મા દિવસે શનિવારે ચુકાદો સંભળાવ્યો. ઉલ્લખેનીય છે કે, નવો કાયદો પોક્સો બન્યા બાદ પહેલો મામલો છે.

શું છે મામલો?


-
રાજબાડાના મુખ્ય ગેટની પાસે 20 એપ્રિલની સવારે માતા-પિતાની વચ્ચે સૂઈ રહેલી 4 મહિનાની બાળકીને આરોપી નવીન ઉઠાવીને શ્રીનાથ પેલેસ બિલ્ડિંગના બેઝમેન્ટમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે 15 મિનિટ સુધી દુષ્કર્મ કર્યું.
-
પછી એક બિલ્ડિંગની છતથી ફેંકીને હત્યા કરી દીધી. નવીન પીડિત બાળકીનો માસા છે.

Cricket Score

WhatsApp Registraltion

Close