RR vs MI : રાજસ્થાનનો 7 વિકેટે શાનદાર વિજય, બટલરના 94 રન

Date:2018-05-14 09:37:41

Published By:Jay

સ્પોર્ટ્સ -રાજસ્થાન રોયલએ MIને 7 વિકેટે માત આપીને પ્લેઓફની રેસમાં યથાવત છે. બટલરે શાનદાર 94રન કરીને મુંબઇને હરાવી છે. જ્યારે રાજસ્થાને માત્ર 18 ઓવરમાંજ ટાર્ગેટ સર કરીને માત્ર 3 વિકેટ ગુમાવીને 171 રન કર્યા હતા. રાજસ્થાન રોયલના બટલરે અડધી સદી ફટકારીને રાજસ્થાનને સ્થિતી મજબૂત થઇ ગઇ છે. 13મી ઓવરમાં પંડ્યાના બોલ પર રહાને આઉટ થયો હતો.

મુંબઇ અને રાજસ્થાન રોયલ વચ્ચેની મેચમાં મુંબઇ ઇન્ડિયને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 168 કર્યા છે. રાજસ્થાનને 169રનનો ટાર્ગેટ આપી મુંબઇ હવે જીતવા માટે સજ્જ થઇ ચુસ્ત બોલીંગ કરવી જરૂરી બનશે. પહેલા બેટિંગ માટે આવેલી મુંબઈની ટીમે જબરદસ્ત શરૂઆત કરી છે. 10મી ઓવરના ચોથા બોલ પર સૂર્યકુમાર 38(31) રન કરીને કેચ આઉટ થયો હતો. જ્યારે તેના પછીના બોલ પર  રોહિત શર્મા શૂન્ય રન કરીને આઉટ થયો હતો. ક્રિઝ પર ઇવિન લેવિસ 42 બોલમાં 60 રન કરીને આઉટ થયો હતો. જ્યારે ઇશાન કિશન પણ સ્ટોક્સના બોલ પર આઉટ થયો હતો. કૃણાલ પંડ્યા પણ 7 બોલમાં 3 રન કરીને આઉટ થયો છે. હાર્દિક પણ 19મી ઓવરના 5માં બોલમાં 36(21) રન કરીને આઉટ થયો હતો.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close