હેમા માલિનીનો આબાદ બચાવ, તોફાનથી કાફલા સામે પડ્યું ઝાડ

Date:2018-05-14 09:57:50

Published By:Jay

દિલ્હી: સમગ્ર ઉત્તર ભારતમાં વંટોલા અને તોફાનનો કબજો છે, જેમાં કેટલાક લોકોના મોત નીપજ્યા છે. ત્યારે ભાજપ સાંસદ હેમા માલિની પણ બાલ બાલ બચ્યા છે. મળતી માહિતિ મુજબ હેમા એક ગામમાં સભા સંબોધિત કરી પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમના કાફલા સામે એકાએક ઝાડ ધરાશાયી થયું હતું. ડ્રાઈવરે સમયસૂચકતાથી ઝાડ ગાડી સાથે ટકરાએ તે પહેલા જ બ્રેક મારી દીધા હતા. જેથી હેમામાલિની બાલ-બાલ બચ્યા હતા. સુરક્ષાકર્મીઓ અને કાર્યકર્તાઓ દ્ગારા રસ્તા પરથી ઝાડ હટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close