જેહાદી સાહિત્ય-વીડિયો જોવા કે વાંચવાથી કોઇ આતંંકી ન બને: કેરળ HC

Date:2018-05-14 10:22:48

Published By:Jay

કોચિ (કેરળ): કેરળ હાઇકોર્ટે આતંકી ગતિવિધિઓમાં સંકળાયેલા એક આરોપીને જામીન આપીને કહ્યું કે આતંક સાથે સંબંધિત વીડિયો જોવો અને જેહાદી સાહિત્ય વાંચવાથી કોઇ આતંકવાદી નથી બની જતું.

હિંદુ પત્નીની ફરિયાદ હેઠળ આરોપીની થઇ હતી ધરપકડ

જજ .એમ. શફીક અને જજ પી. સોમરાજનની બેંચે મુહમ્મદ રિયાસ નામના એક વ્યક્તિની અપીલ પર વિચાર કરીને ટિપ્પણી કરી છે. આરોપીએ તેના જામીન નામંજૂર કરવાના એનઆઇએ કોર્ટના આદેશને પડકાર્યો હતો.રિયાસે કહ્યું કે તે કોઇપણ આતંકી સંગઠનનો હિસ્સો હતો. રિયાસે પોતાની અપીલમાં દલીલ કરી હતી કે તેનાથી અલગ રહેતી તેની હિંદુ પત્નીની ફરિયાદ પછી આતંકી આરોપો હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close