હવાઇઃ જ્વાળામુખીમાં 1000 ફૂટ ઊંડી તિરાડ પડતાં હવામાં ફેંકાયા લાવા બોમ્બ

Date:2018-05-14 13:54:01

Published By:Jay

અમેરિકા-અમેરિકાના હવાઇ આઇલેન્ડમાં છેલ્લાં 10 દિવસથી સક્રિય થયેલા કિલાઉ જ્વાળામુખીમાં વધુ એક ફિશર (તિરાડ) પડી છે. રવિવારે અંદાજિત 1,000 ફૂટની નવી ફિશરમાંથી 100 ફૂટ ઉંચે લાવા ફેંકાઇ રહ્યો છે. આટલી ઉંચાઇ સુધી ઉછળતા લાવામાં મોટાં પથ્થરો પણ એટલી જ તીવ્રતાથી જમીન પર ફેંકાઇ રહ્યા છે. જેના કારણે હવાઇ કાઉન્ટી ઓથોરિટીએ સ્થાનિક રહીશોને તાત્કાલિક અન્ય સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે.

 ગત 3 મેના રોજથી સક્રિય થયેલા આ જ્વાળામુખીમાં આ 17મી ફિશર છે જે એક્ટિવ થઇ છે. રવિવારે વધુ એક તિરાડ પડતાં આસપાસના ડઝન જેટલાં ઘરોને નુકસાન થયું છે. જ્યારે હજારો લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. હેલિકોપ્ટરથી જોતાં આ નવી તિરાડ અંદાજિત 1000 ફૂટ લાંબી છે. જેના કારણે કિલાઉ જ્વાળામુખી વધુ તીવ્રતાથી સક્રિય થયો છે. કિલાઉ જ્વાળામુખી 4,000 ફૂટ ઉંડાઇ ધરાવે છે અને તેની અંદર લાવાનું તળાવ છે. સિવિલ ડિફેન્સ ઓફિશિયલ્સે રવિવારે સ્થાનિકોને હલેકમાહિના રોડ ખાલી કરી દેવાના ઓર્ડર આપ્યા હતા.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close