કર્ણાટક ઈન્દિરા અને સોનિયાને ફળ્યું, રાજીવને ડૂબાડ્યું; હવે રાહુલનો વારો

Date:2018-05-15 10:06:28

Published By:Jay

કર્ણાટક-કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે બપોર સુધીમાં જાહેર થઈ જશે. એવામાં પરિણામોને લઈને બજારથી લઈને સટ્ટા બજાર અનેક કયાસો લગાવી રહ્યું છે. ભાજપ તરફથી તેમના સ્ટાર પ્રચારક મોદી મેદાને હતા તો તેમની સામે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આર-પારની લડાઈ લડવા મેદાને ઉતર્યા હતા. કોંગ્રેસની હવે માત્ર ગણતરીના રાજ્યોમાં સરકાર છે, કર્ણાટક તે પૈકી મહત્વનું છે. કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ માટે આ ચૂંટણી સૌથી મહત્વની માનવામાં આવે છે, તેમનું ભાવિ પણ આ પરિણામ પરથી ઘડાશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ વ્યક્તિનું અસ્તિત્વ સૌથી વધુ દાવ પર લાગ્યું છે તો તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છે. તેમના માટે કર્ણાટકની બંધ મુઠ્ઠીમાં શું છે, તે જાણતા પહેલા એ પણ જાણી લેવું જોઈએ કે તેમના વડવાઓને કર્ણાટકે શું આપ્યુંતેમની દાદી ઈન્દિરા ગાંધી, પિતા રાજીવ ગાંધી અને માતા સોનિયા ગાંધીને કર્ણાટકે મુશ્કેલ સમયમાં આવકાર આપ્યો કે જાકારો આપ્યો?

Cricket Score

WhatsApp Registraltion

Close