જેરૂસલેમ વિવાદ-ગાઝા હોસ્પિટલમાં લાશોના ઢગલા, ટ્રમ્પે કહ્યું - શાંતિપૂર્ણ દિવસ

Date:2018-05-15 13:14:59

Published By:Jay

જેરૂસલેમ-જેરૂસલેમમાં અમેરિકન એમ્બેસીના ઉદ્ઘાટનને લઇને ગાઝા-ઇઝરાયલ બોર્ડર પર હિંસક વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. પેલેસ્ટિનિયન પ્રદર્શનકારીઓ સામે ઇઝરાયલ સૈન્યએ ગોળીબાર કર્યો હતો. જેમાં અત્યાર સુધી 58 પેલેસ્ટાઇન નાગરિકોના મોત થયા છે જ્યારે 24,00થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયલ ફોર્સે કહ્યું કે, ગાઝા પટ્ટી બોર્ડર નજીક 13 અલગ અલગ સ્થળોએ પેલેસ્ટાઇનના 40,000 નાગરિકોએ હિંસક રમખાણોમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગાઝામાં મૃતકોનો આંકડો 2014માં ઇઝરાયલ સામે થયેલા યુદ્ધ કરતાં વધારે છે. પેલેસ્ટિનિયન્સે ઇઝરાયલ બોર્ડર પર સૈન્ય સામે પથ્થરમારો કર્યો હતો. જ્યારે ટ્રમ્પે જેરૂસલેમમમાં એમ્બેસીના ઉદ્ઘાટન દરમિયાન દિવસ 'શાંતિપૂર્ણ' રહ્યાનું નિવેદન આપ્યું હતું.

ઈઝરાયલ પીએમએ ટ્રમ્પને ધન્યવાદ પાઠવ્યા


-
ગઇકાલે યુએસ એમ્બેસીના ઉદ્ધાટન દરમિયાન અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વીડિયો-લિંક દ્વારા ભાષણ આપ્યું હતું. પ્રસંગે જેરૂસલેમમાં ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પ તેના પતિ અને વ્હાઇટ હાઉસ એડવાઇઝર જેરેડ કુશનર સાથે હાજર રહી હતી. 
-
ઇઝરાયલ પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહૂ ટ્રમ્પને ધન્યવાદ પાઠવ્યા હતા. નેતન્યાહૂએ ટ્રમ્પે પોતાના વચનનું પાલન કરવા અને પોતાના નિર્ણયને વળગી રહેવાની હિંમત દર્શાવવા બદલ ધન્યવાદ પાઠવ્યા. 
-
બીજી તરફ, 40,000 પેલેસ્ટાઇન નાગરિકો ઇઝરાયલ બોર્ડરના 13 સ્થળોએ પથ્થરમારો અને ટાયર સળગાવીને નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. 

Cricket Score

WhatsApp Registraltion

Close