માર્ક વોએ ઓસ્ટ્રેલિયાના સિલેક્ટર પદેથી આપ્યું રાજીનામું,હવે કરશે કોમેન્ટ્રી

Date:2018-05-15 13:21:42

Published By:Jay

સિડની : ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર માર્ક વોએ ટીવી કોમેન્ટેટર બનવા માટે રાષ્ટ્રીય સિલેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે.વોનો કોમેન્ટ્રી કરાર 31 ઓગસ્ટે પૂર્ણ થયો હતો.જેને રિન્યુ કરાવ્યો નહોતો.પરંતુ આગામી ઈંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે પ્રવાસમાં તે પેનલમાં આવી જશે.તેણે કહ્યુ કે છેલ્લાં 4 વર્ષથી તે પોતાના સાથી પસંદગીકાર,કોચિંગ સ્ટાફ અને ખેલાડીઓની સાથે કામ કરવું ગૌરવની વાત હતી.હું બધા ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાઈ ટીમના પ્રદર્શનથી ગૌરવાન્વિત છું.

 

તેણે કહ્યુ કે મારું માનવું છેકે  ઓસ્ટ્રેલિયાની પાસે પ્રતિભાશાળી ખેલાડીઓની કોઈ કમી નથી.આવનારા સમયમાં ટીમ સતત સારું પ્રદર્શન કરશે.હવે પસંદગી સમિતિમાં ટ્રેવર હાન્સ,ગ્રેગ ચેપલ અને નવા કોચ જસ્ટીન લેંગર છે.વોના વિકલ્પની જાહેરાત કરવામાં આવી નથી.

 

વો હવે ફોક્સ સ્પોર્ટ્સ સાથે જોડાશે,જેણે 6 વર્ષ માટે ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટના પ્રસારણનો અધિકાર ખરીદ્યા છે.તેની સાથે જ ચેનલ નાઈનનો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સાથે 4 દાયકા જૂનો સંબંધ પૂરો થઈ જશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close