IPL 2018 : ડેવિડ વોર્નર કરતા આગળ નીકળ્યો કોહલી,5મી વાર બનાવ્યા 500થી વધુ રન

Date:2018-05-15 14:27:47

Published By:Jay

નવી દિલ્હી : કિંગ્સ ઈલેવન પંજાબ સામે સોમવારે રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરે 10 વિકેટે જીત મેળવી હતી.હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમી રહેલ પંજાબની ટીમ બેંગ્લોરના નિયંત્રિત બોલિંગ આક્રમણ સા્મે 15 ઓવરમાં 88 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું.88 રનના લક્ષ્યને બેંગ્લોરે 8.1 ઓવરમાં વિના વિકેટે મેળવી લીધું હતું.બેંગ્લોરને હજુ અંતિમ-4માં પ્રવેશ મેળવવો હશે તો બાકીની બંને મેચ જીતવી પડશે અને સાથે જ અન્ય ટીમોના પ્રદર્શન પર નજર રાખવી પડશે.

 

વિરાટનો રેકોર્ડ : આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી પાર્થિવ પટેલની સાથે ઈનિંગ્સની શરૂઆત કરવા આવ્યો અને અણનમ પાછો ફર્યો.કેપ્ટને 28 બોલમાં 6 ફોર અને 2 સિક્સની મદદથી 48 રન બનાવ્યા.પટેલે પણ પોતાના કેપ્ટનનો સારી રીતે સાથ આપ્યો અને 2 બોલમાં સાત ચોક્કાની મદદથી 40 રન બનાવ્યા.વિરાટે આ ઈનિંગ્સ દરમિયાન 11મી સિઝનમાં પોતાના 500 રન પણ પૂરા કરી લીધા છે.હાલમાં કોહલી 12 મેચમાં 514 રન બનાવી ચૂક્યો છે.

 

વોર્નરને પાછળ છોડ્યો : આ પાંચમી તક છે જ્યારે વિરાટે આઈપીએલની કોઈ સિઝનમાં 500 કે તેનાથી વધારે બનાવ્યા છે.તેણે ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો છે.આ પહેલાં બંને 4-4 વાર આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.આ મામલે સુરેશ રૈના,ક્રિસ ગેલ અને ગૌતમ ગંભીર સંયુક્ત રીતે ત્રીજા નંબરે છે.આ બધા 3-3 વાર આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.જોકે વોર્નરે સતત 4 વાર આ સિદ્ધિ મેળવી હતી,જ્યારે વિરાટ આમ કરી શક્યો નથી.

વિરાટ કોહલી (રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોર) :

2018 – 514 રન

2016 – 973 રન

2015 – 505 રન

2013 – 634 રન

2011 – 557 રન

 

 

ડેવિડ વોર્નર (સનરાઈઝર્સ હૈદરાબાદ) :

2017 – 641 રન

2016 – 848 રન

2015 – 562 રન

2014 – 528 રન

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close