બહુમત પહેલાં બીજેપીનો વિજયરથ,જેડીએસને CM પદ સોંપી સરકાર બનાવવાની વેતરણમાં કોંગ્રેસ

Date:2018-05-15 14:55:13

Published By:Jay

બેંગાલુરુ : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના રુઝાન જેમ જેમ આવ્યા તેમ તેમ બીજેપીના ખેમામાં ખુશીની લહેર દોડતી થઈ ગઈ.પરંતુ બપોર  આવતા-આવતા બહુમતનો પેંચ ફેસાઈ ગયો છે.એક સમયે બહુમતના 112ના આંકડાને પાર કરી ચૂકેલી બીજેપી હાલ 107 સીટો પર આગળ ચાલી રહી છે.આ પ્રકારે હજુ તે બહુમતથી 5 સીટ દૂર છે.તેની વચ્ચે 74 સીટો પર આગળ ચાલી રહેલી કોંગ્રેસ પણ સક્રિય થઈ ગઈ છે અને બીજેપીને રોકવા માટે જેડીએસને સીએમ પદ સોંપવાની ઓફર કરી શકે છે.સમાચાર પ્રમાણે કર્ણાટકના પરિણામોને લઈને સોનિયા ગાંધીએ ગુલામ નબી આઝાદ સાથે વાત પણ કરી છે.

 

222 સીટો માટે થયેલી ચૂંટણીમાં 107 સીટો પર આગળ ચાલી રહેલી  બીજેપીને હવે 5 સીટની જરૂર છે.જો કર્ણાટક જનતા પાર્ટી,બીએસપી અને એક અન્ય બીજેપીને સમર્થન કરે તો તે 109 પર પહોંચી જશે પરંતુ બહુમતથી 4 સીટ દૂર રહેશે.એવામાં જો બીજેપીને બહુમત મેળવવો હોય તો તે જેડીએસ અથવા કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યોને પોતાના પક્ષમાં કરીને તેમનું રાજીનામું અપાવવાનો દાવ રમી શકે છે.એવામાં તે સીટો પર ફરી ચૂંટણી થશે અને જીત હાંસલ કરીને બહુમત મેળવી શકાય.

તેની વચ્ચે બીજેપીનો વિજયરથ બહુમત પહેલાં અટકવાની સ્થિતિમાં કોંગ્રેસ પોતાના માટે પણ સંભાવના જોઈ રહી છે.કોંગ્રેસ 74 સીટો પર આગળ છે જ્યારે જેડીએસના ખાતામાં 40 સીટો જતી  જોવા મળી રહી છે.એવામાં કોંગ્રે્સ આ રણનીતિ પર કામ કરી રહી છેકે જેડીએસને સીએમ પદની ઓફર કરીને સરકારની રચના કરવામાં આવે.બંને સાથે આવે તો 113 સીટો થઈ જશે,જે બહુમતના જાદુઈ આંકડાથી 2 સીટ વધારે હશે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close