કર્ણાટક ચૂંટણીમાં બાજી પલટવા પાછળ માયાવતીનું દિમાગ

Date:2018-05-16 11:45:00

Published By:Jay

લખનૌ-કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામોમાં કોઈ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતિ ન મળતા એકલા હાથે સરકાર બનાવવી મુશ્કેલ છે. જો કે ભાજપ રાજ્યમાં સરકાર બનાવશે તે ચિત્ર સ્પષ્ટ હતું પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસે બાજી પલટી નાખી હતી. આ સ્થિતિ ઉભી કરવામાં બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતીનું દિમાગ કામ કરી ગયું છે.

બસપા સુપ્રીમો માયાવતીએ કિંગમેકરની ભૂમિકા નિભાવતા કોંગ્રેસના વરિષ્ઠ અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને ફોન કર્યો હતો. તેવી જ રીતે માયાવતીએ જેડીએસ પ્રમુખ એચડી દેવગૌડાને પણ ફોન કર્યો હતો. માયાવતીએ સોનિયા ગાંધી અને દેવગૌડાને એકસાથે આવા અને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજુ કરવાની સલાહ આપી હતી જેથી કરીને ભાજપને સત્તાથી દુર રાખી શકાય.

બીએસપીના આંતરીક સૂત્રોના જણાવ્યા અનુસાર માયાવતીએ પોતાના સહયોગી અને પાર્ટીના રાજ્યસભાના સાંસદ અશોક સિદ્ધાર્થને કર્ણાટકના પરિણામ બાદ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને મળવા કહ્યું હતું. આઝાદ કર્ણાટકના ઈંચાર્જ છે. જ્યારે આઝાદે સોનિયા ગાંધી સાથે વાતચીત કરી સંભવિત ગઠબંધન વિષે ચર્ચા કરી ત્યાં સુધીમાં માયાવતીએ જેડીએસ પ્રમુખ દેવગૌડાને ફોન કર્યો અને તેમણે ગઠબંધન કરવા માટે મનાવ્યા હતા. ત્યારબાદ માયાવતીએ સોનિયા ગાંધી સાથે વાત કરી અને જેડીએસને બહારથી સમર્થન આપવાની સલાહ આપી જેના પર સોનિયા ગાંધી માની ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, બસપાએ ભૂતકાળમાં કર્ણાટકમં જેડીએસ સાથે ગઠબંધન કર્યું હતું અને ૨૦ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન માયાવતીએ પોતે જેડીએસના નેતાઓ સાથે મળીને રેલીઓ સંબોધી હતી. જોકે ૨૦૧૩ની સરખામણીએ બસપાનો વોટ શેર ૧.૧૬ ટકાથી ઘાટીને ૦.૩ ટકા રહી ગયો તેમ છતાં તે રાજ્યમાં પહેલીવાર એક બેઠક જીતવામાં સફળ રહી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close